Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદમાં 144ની કલમ લાગુ ન હોય તો અરાજકતા અને અંધાધૂંધી સર્જાય: સરકારનું હાઇકોર્ટના સોગંદનામું

રેલીઓ અને ધરણા પ્રદર્શનોના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની સરકાર દ્વારા રજૂઆત

 

અમદાવાદ : પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાના બચાવમાં રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામુ કર્યું છે. અમદાવાદ રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ શહેર હોવાનો સોગંદનામામાં પોલીસે એકરાર કર્યો છે. જો શહેરમાં 144ની કલમ લાગુ હોય તો શહેરમાં અંધાધૂંધી અને અરાજકતાની પરિસ્થિતિ સર્જાઈ શકે એવો પોલીસનો દાવો છે.

 

  2002ના રમખાણો, પાટીદાર અનામત આંદોલન, ઉના કાંડથી માંડીને NRC અને CAAના વિરોધમાં નીકળતી રેલીઓ અને ધરણા પ્રદર્શનોના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની પણ કોર્ટમાં સરકાર દ્વારા રજૂઆત કરવામા આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચાર લોકોથી વધુને ભેગા થવા પર સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવાના મામલે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. 2016થી અમદાવાદ શહેરમાં એક દિવસ પણ એવો નથી કે જ્યારે શહેરમાં પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામુ અમલમાં હોય. 144ની કલમ નો દુરુપયોગ વ્યાજબી નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. સતત 144ની કલમ લગાવેલી રાખવી લોકોમાં એવો સંદેશો મોકલે છે કે ગુજરાતમાં રહેવું સુરક્ષિત નથી.

 

(11:17 pm IST)