Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની મનમાની :કહ્યું મારી ફરિયાદો કરી છે માટે હું વિકાસના કામો નથી કરવાનો

સોસાયટીના વ્યક્તિએ ફોન કરીને પાકો રસ્તો કરી આપવા જણાવતા ધારાસભ્યે રોકડું પરખાવ્યું

 

અમદાવાદઃ ભાજપના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યાં છે. પહેલા વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક વ્યક્તિ સાથે ફોન પર ગાળાગાળી કરી છે, તેની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે, હવે નરોડાના ભાજપના ધારાસભ્યની પણ ઓડિયો ક્લિપ ફરતી થઇ છે, અગાઉ મહિલા સાથે મારામારી કરનારા નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ચર્ચામાં છે

   ઓડિયો ક્લિપમાં ચુંવાળાનગર સોસાયટીમાં રહેતા મયૂર પટેલ નામનો વ્યક્તિ તેમને પાકો રસ્તો કરી આપવા વિનંતી કરે છે, પરંતુ ધારાસભ્ય બલરામ થાવાણી કહી રહ્યાં છે કે હું તમારા કામ નથી કરવાનો, લોકોએ ઉપર સુધી મારી બહુ ફરિયાદો કરી છે, જેથી મને પાર્ટીએ ખખડાવ્યો છે. હવે હું કોઇના કામ કરવાનો નથી.

   ઓડિયો ક્લિપ આવ્યાં પછી થાવાણીએ પોતાનો બચાવ કરતા પલટી મારી છે, કહ્યું કે પાકા રોડ મામલે સોસાયટીમાં દબાણોનો ઇશ્યૂં છે, જેથી કામ થઇ શકતું નથી, જો સોસાયટીના રહિશો દબાણોનો ઉકેલ લાવે તો હું આરસીસી રોડ બનાવી આપવા તૈયાર છું, ત્યારે વિકાસની વાતો કરનારી ભાજપ પાર્ટીના ધારાસભ્યોના આવા વર્તનથી પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે, તે નક્કિ છે.

(11:06 pm IST)