Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કોરોના : બે શંકાસ્પદને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે

સિવિલમાં હાલ કુલ ત્રણ શંકાસ્પદ દર્દી નિરીક્ષણમાં : જામનગર-સુરતમાં પણ એક-એક શંકાસ્પદ કેસ સપાટીએ અમદાવાદના વિમાની મથક, હોસ્પિટલમાં તમામ સુવિધા

અમદાવાદ, તા. ૬ : કોરોના વાયરસનો આતંક ચીનમાં જોરદારરીતે જારી છે ત્યારે ગુજરાત પણ કોરોના વાયરસને લઇને સંપૂર્ણપણે સાબદુ છે અને જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ સિવિલમાં વધુ બે શંકાસ્પદ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. ચીન થાઈલેન્ડથી આવેલા આ બે દર્દીઓને અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં અલગ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ સુરત અને જામનગરમાં પણ એક એક શંકાસ્પદ કેસ બન્યા હોવાની માહિતી સપાટી ઉપર આવી છે. જો કે, રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વાયરસની આશંકાને ધ્યાનમાં લઇને હજુ સુધી આઠ દર્દીઓની આરોગ્ય ચકાસણીના નમૂના પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જે પૈકી પાંચના રિપોર્ટ આવી ચુક્યા છે. આ તમામના પરિણામ નેગેટિવ સાબિત થયા છે.

             ત્રણના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ગુજરાત સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, હજુ સુધી પ્રદેશમાં એક પણ કોરોના મામલા સપાટી ઉપર આવ્યા નથી. કોરોના વાયરસને લઇને કેન્દ્રીય ટીમ પણ ગુજરાતમાં આવી ચુકી છે. આ ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને વિમાની મથક પર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડોક્ટર જ્યંતિ રવિ કહી ચુક્યા છે કે, કોઇને પણ ભયભીત થવાની જરૂર નથી. બીજી બાજુ અમદાવાદ શહેરમાં અસારવા વિસ્તારમાં સ્થિત સિવિલ હોસ્પિટલની બીજે મેડિકલ કોલેજમાં ટેસ્ટ અથવા તો તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં જ આ વાયરસની ચકાસણી માટે નમૂના પુણે સ્થિત એનઆઈવીમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ ભવિષ્યમાં હવે અમદાવાદમાં જ આની ચકાસણી થઇ શકશે. બીજી બાજુ સુરતમાં એક કેસ સપાટી પર આવ્યો છે. જો કે, આ શકમંદ મામલો છે અને ચકાસણી થઇ રહી છે.

               સુરતમાં વરાછા અને પુણા ગામ ક્ષેત્રમાં રહેનાર એક મહિલા સહિત બેને કોરોના વાયરસની ચકાસણી માટે સ્મીમેર હોસ્પિટલના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોનાવાયરસના કારણે ભારે હાહાકાર મચેલો છે ત્યારે ગુજરાતસરકાર પણ સંપૂર્ણપણે સજ્જ છે. વાયરસગ્રસ્ત ચીનમાંથી મોટી સંખ્યામાં ભારતીય લોકોનેખસેડવામાં આવી ચુક્યા છે જેમાં ગુજરાતના નાગરિકોનો પણસમાવેશ થાય છે. બીજી બાજુ આરોગ્ય સચિવ દ્વારા દાવો કરાયોછે કે, કોરોના વાયરસને લઇને ગુજરાતમાં ચાલી રહેલીતૈયારીઓને કેન્દ્રીય ટીમ યોગ્ય ગણાવી ચુકી છે. કેન્દ્રીય ટીમપૂર્ણરીતે સંતુષ્ટ પણ છે. ટીમના ત્રણસભ્યો ડોક્ટર વિનય ગર્ગ, પ્રોફેસર નવંગ અને ડોક્ટર મનિષાજૈને અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાયરસને લઇને કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

(9:32 pm IST)