Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રાજ્યમાં સિઝનલફલુનો ભરડો : છેલ્લા 37 દિવસમાં 1117 કેસ નોંધાયા: 51નાં મોત

 

ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીના પ્રમાણની સાથે-સાથે સીઝનલ  ફ્લૂએ પણ ભરડો લીધો છે મોટાભાગના શહેરોમાં દરરોજ પોઝિટિવ કેસ જોવા મળે છે અને રાજ્યમાં દરરોજ બે થી ત્રણ મોત સીઝનલ ફ્લૂને કારણે થઈ રહ્યા છે. ગુરૂવારે વલસાડમાં એક દર્દીનું સીઝનલ ફ્લૂથી મોત થયું હતું. રાજ્યમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1117 સીઝનલ ફ્લૂના કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 51નાં મોત થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ  રાજ્યમાં અત્યારે કુલ 416 દર્દી સીઝનલ ફ્લૂની સારવાર લઈ રહ્યા છે, જ્યારે 650 દર્દી સાજા થઈને ઘરે રજા આપવામાં આવી છે

  રાજ્યમાં ગુરૂવારે સિઝનલ ફ્લૂના કુલ 80 નવા કેસ નોંધાયા હતા.જેમાં અમદાવાદ કોર્પોરેશન (26), વડોદરા કોર્પોરેશન (15), સુરત કોર્પોરેશન (6), બનાસકાંઠા (5), ભાવનગર (4), રાજકોટ અને ગાંધીનગર (3-3), બાવનગર, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા અને સુરેન્દ્રનગર ખાતે (2-2), સાબરકાંઠા, અમરેલી, રાજકોટ કોર્પોરેશન, કચ્છ, મોરબી, ભરૂચ, જામનગર કોર્પોરેશન, દેવભૂમી દ્વારકા, બોટાદ અને ગીર-સોમનાથ ખાતે (1-1) કેસ નોંધાયા છે

(11:26 pm IST)