Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

આણંદના બદલપુર મોતીપુરાની સીમમાં સોનાના દાગીના માટે સાસુ-સસરાએ પરણીતાને થાંભલે બાંધીને સળગાવી

માત્ર 14 મહિના પહેલા જ પરણીને આવેલી વહુ પર અત્યાચાર:સાસુ સસરા સામે હત્યાના પ્રયાસનો ગુન્હો

 

આણંદના બદલપુર મોતીપુરા સીમમાં પુત્રવધુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી સાસુએ લગ્નમાં આવેલા સોનાના દાગીના મેળવવા માટે માત્ર 14 મહિના પહેલા પરણીને આવેલી વહુ પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું.અને  મોતીપુરા સીમમાં ફરિયાદી પરિણીતાને તેની સાસુ અને સસરાએ થાંભલા સાથે બાધી કેરોસીન છાટ્યું અને ત્યારબાદ સાસુએ દિવાસળી ચાંપી દીધી હતી

સાસુના અત્યારબાદ પરિણીતા ગંભીર રીતે દાજી ગઇ છે, અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી બાજુ સમગ્ર ઘટના અંગે પરિણીતાએ વિરસદ પોલીસ સ્ટેશનમાં તેની સાસુ અને સસરા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે

(10:01 pm IST)