Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

એલસીબી ખેડા પોલીસે બે ચોરીના બાઈક સાથે બે શખ્સોની ધરપકડ કરી

ખેડા: પોલીસે કેરીઆવી પાટીયા પાસેથી બે ચોરીના બે બાઈકો સાથે બે શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

એલસીબી ખેડા પોલીસ નડિયાદ પેટલાદ રોડ ઉપર પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમ્યાન માહિતી મળેલ કે બે ઈસમો ચોરીના બાઇક સાથે આવી રહ્યા છે. જેથી પોલીસે કેરીઆવી પાટીયા બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. પેટલાદ તરફથી બે મોટર સાયકલ લઇને આવતી બાઇક ચાલકોને ઊભા રાખી તેમની પાસેથી વાહનના કાગળો માંગતા મળી આવેલ નહીં. જેથી બંનેની અટક કરી પૂછપરછ કરતા મનીષ ઉર્ફે મુન્નો -મણભાઇ મોહનભાઇ સોલંકી (રે. પાડગોલ, ટેમલીપુરા ચરાના નાકે તા. પેટલાદ) તથા જીતેન્દ્ર ઉર્ફે મકોડી મનુભાઇ પરમાર (રે. સંજાયા ટેમલીપુરાના નાકે તા. પેટલાદ) હોવાનું જણાવ્યું હતું

 

 

(5:47 pm IST)