Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મહેમદાવાદમાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું: બે પોલીસ જવાનોને ઇજા થતા 6ની અટકાયત

મહેમદાવાદ: શહેરમાં રવિવારે રાત્રે મોબાઇલ ઉપર ઊંચા અવાજે વાતો કરવા પ્રશ્ને ઝઘડો થયો હતો. ઝઘડાને લઇ મધરાત્રે હિંદુ-મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરતા બે પોલીસ જવાનોને ઈજા થઇ હતી. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે બંને કોમના લોકો સામે ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાયોટીંગના ગુનામાં મહેમદાવાદ પોલીસે ઇસમોની અટક કર્યા બાદ જેલમાં મોકલી આપ્યા હતા

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદમાં રવિવારે રાત્રે હિદું-મુસ્લિમોનો ટોળાએ પથ્થરમારો કર્યાના બનાવને પગલે શહેરમાં તંગદીલી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે હિદું-મુસ્લિમોના ૧૦૦ના ટોળા સામે ગુનો નોંધી કાદરભાઇ ઐયુબભાઇ વ્હોરા, ઐયુબભાઇના બે દીકરા ઈમરાન અને વસીમ તેમજ રજનીક ઉર્ફે ડીસ્કો રીયાઝ ઉર્ફે ઉકો ઉર્ફે બટકો ગુલામનબી વ્હોરા રીક્ષાવાળો તેમજ સતારભાઇ વ્હોરાની ધરપકડ કરી હતી. તેઓને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરતા કોર્ટે રીમાન્ડ ના મંજૂર કરીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો

 

(5:46 pm IST)