Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ઉમરેઠની આડ ચોકડીએ અગાઉ થયેલ ઝઘડાના સમાધાનમાં કાકાએ ભત્રીજાને પથ્થર મારતા હાલત ગંભીર

ઉમરેઠ: શહેરની ઓડ ચોકડીએ આવેલી લારી ઉપર નાસ્તો કરવા માટે ગયેલા કાકાને બે ભત્રીજાઓએ અગાઉ થયેલા ઝઘડાના કેસના સમાધાન માટે વાત કરીને નહીં માનતા માથામાં પથ્થરો મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા ઉમરેઠ પોલીસે અંગે મહાવ્યથાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર કનુભાઈ રવિશંકરભાઈ પટેલ ગઈકાલે રાત્રીના પોણા દશેક વાગ્યાના સુમારે ઓડ ચોકડીએ આવેલી લારીએ નાસ્તો કરવા માટે ગયા હતા જ્યાં તેમના બે ભત્રીજા ભદ્રેશભાઈ ગોરધનભાઈ પટેલ તથા યોગેશભાઈ આવી પહોંચ્યા હતા અને અગાઉ થયેલા ઝઘડાનો ચાલી રહેલા કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતુ. પરંતુ કનુભાઈએ ના પાડતાં બન્ને જણાં એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને નજીકમાં આવેલી ગટરમાં પડેલો પથ્થર ઉઠાવીને બન્નેએ માથાના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ત્યારબાદ અન્યોએ વચ્ચે પડીને તેમને વધુ મારમાથી છોડાવ્યા હતા અને તુરંત સારવાર માટે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે નડીઆદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

 

 

 

(5:46 pm IST)