Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ઉમરેઠના સુરેલીમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના બહાને 60 લાભાર્થીઓ સાથે છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ફરિયાદ

ઉમરેઠ:તાલુકાના સુરેલી ગામે આવેલા રાજીવ ગાંધી હોલ ખાતે ગત ૪થી તારીખના રોજ ગ્રામજનો પાસેથી ૩૦-૩૦ રૂપિયા લઈને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરતા પકડાયેલા બે શખ્સો વિરૂધ્ધ ઉમરેઠ પોલીસે વિશ્વાસઘાત તથા આઈટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૪થી તારીખના રોજ ઉમરેઠના સીએચસી સેન્ટર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર તરીરે ફરજ બજાવતા ડો. રાજેન્દ્રભાઈ કાકુભા ઝાલાને હકીકત મળી હતી કે, બે શખ્સો સુરેલીના રાજીવ ગાંધી હોલમાં લેપટોપ પર આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કરી રહ્યા છે જેથી તેઓએ તપાસ કરતાં તેમના દ્વારા આવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી જેથી સ્થળ પર જઈને તપાસ કરતાં બે શખ્સો મળી આવ્યા હતા જેઓ લાભાર્થીઓના લેપટોપ પર કાર્ડ કાઢવાની કામગીરી કરતા હતા અને તે પેટે ૩૦-૩૦ રૂપિયા લઈને ૨૬ દિવસ બાદ કાર્ડ આપવાનું જણાવતાં હતા જેથી તેમણે બન્નેના નામઠામ પુછતાં તેઓ ઢુણાદરા ગામે રહેતા રાજેશભાઈ અશોકભાઈ ઝાલા અને કાળીદાસ ચીમનભાઈ હરિજન હોવાનું ખુલવા પામ્યું હતુ

(5:45 pm IST)