Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

આંકલાવના અંબાવમાં પોલીસે છાપો મારી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી: 7.82 લાખનો મુદામાલ જપ્ત

આંકલાવ: તાલુકાના અંબાવ ગામના ફાટા વિસ્તારમા આવેલા એક મકાનમાં પોલીસે છાપો મારીને કેમીકલમાંથી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડીને કુલ .૮૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન કેટલીક સ્ફોટક વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ પોલીસને હકિકત મળી હતી કે, અંબાવના ફાટા સીમ વિસ્તારમાં રહેતા જયંતિભાઈ મનુભાઈ પઢિયારના ઘરે વિદેશી દારૂ બનાવીને વેચવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે છાપો મારતાં જયંતિભાઈ મનુભાઈ પઢિયાર ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસને તેના ઘરમાંથી તેમજ એક અડધુ પીપળુ કેમીકલયુક્ત વિદેશી દારૂ ભરેલા મળી આવ્યા હતા. ઉપરાંત રોયલ સ્ટેગ અને ઈમ્પીરીયલ બ્લ્યુની નાની-મોટી ખાલી તેમજ વિદેશી દારૂ ભરેલી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી

 

(5:45 pm IST)