Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગાંધીનગરના જુના સચિવાલયમાં 60 હજારની લાંચ લેવાના પ્રકરણમાં બે કર્મચારીને રિમાન્ડ પર રખાયા

ગાંધીનગર: શહેરના જુના સચિવાલયમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના કર્મચારીને ૬૦ હજારી લાંચ લેતાં એસીબીએ ઝડપી પાડયા બાદ ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આજે તેને કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે બે દિવસના રીમાન્ડ આપ્યા હતા.

ગાંધીનગરના જુના સચિવાલયના બ્લોક નં.૯મા આવેલી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઈન સ્કુલ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ કામ સોંપાય છે. ત્યારે એજન્સીઓ પૈકી એક એસી એજ્યુકેશન સ્પોર્ટસ પ્રા.લિ. બેંગલોરના મેનેજર પાસેથી ૬૦ હજાર દર મહિને આપવા માટે પ્રોજેકટના ઈન્ચાર્જ સંદીપભાઈ અરવિંદભાઈ પંડયાએ માંગણી કરતાં વડોદરા ગ્રામ્ય એસીબી છટકું ગોઠવીને સંદીપભાઈને ૬૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા.

(5:44 pm IST)