Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સુરતના પુણા વિસ્તારમાં પરીક્ષા બાબતે માતાએ ઠપકો આપતા 12 સાયન્સના વિદ્યાર્થીએ ફાસો ખાધો

 સુરત: શહેર પુણા વિસ્તારમાં ગઈકાલે બપોરે ધોરણ-12 સાયન્સની વિદ્યાર્થીને ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતુ. જોકે પરીક્ષા આપવા નહીં જતા તેને તેની માતાએ ઠપકો આપતા પગલું ભર્યું હતું જયારે બીજા બનાવમાં યોગ્ય કામ ધંધો નહીં કરતા પત્ની સાથે ઝઘડો થવાથી સલાબતપુરાના યુવાને આત્મહત્યા કરી હતી.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામ આવેલા ભરત વન સોસાયટીમાં રહેતી 16 વર્ષીય ખુશ્બુ નવીનભાઈ પાઠક ગઈકાલે બપોરે ઘરના પહેલા માળે છતના હુક સાથે સાડીનો છેડો ગળેફાસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.

(5:43 pm IST)