Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

વડોદરાના પાદરા તાલુકાની શાળામાં બે શિક્ષકોના જૂથ વચ્ચે આંતરિક લડાઈ તમાશો

વડોદરા: જિલ્લાના પાદરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોના બે જૂથ વચ્ચેની તકરાર જાહેરમાં આવતા તમાશો થયો છે.

પાદરા તાલુકાના લુણા ગામની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી આચાર્ય અને શિક્ષકો વચ્ચે કોઈને કોઈ કારણસર તકરાર ચાલી રહી છે. જેમાં 3થી 4 શિક્ષકો આચાર્યની તરફેણમાં છે, જ્યારે બીજા ચાર શિક્ષકો સામે પક્ષે છે.

ઉપરોક્ત સ્કૂલમાં મેનેજમેન્ટ કમિટીની રચનાનો વિવાદ સર્જાયો છે. જેની ફરિયાદ થતા ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. બાબતે આજે કેટલાક લોકોએ સ્કૂલને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો અને શિક્ષકોને ઘડિયાળનો સમય બતાવી આડેહાથ લેતા ઉશ્કેરાટ ફેલાયો હતો

 

(5:43 pm IST)