Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અમદાવાદ: રાજસ્થાનથી છુપાવીને આવેલ કારને પકડવામાં ગુજરાત પોલીસ ડરેલી હાલતમાં જોવા મળી

અમદાવાદ:ચોરની ટોળકી ફોન કરી માલિકોને ચોક્કસ રકમ આપી પોતાની ગાડી લઈ જવાનું કહે છે. ફરિયાદ થતાં ગૃહમંત્રીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી હતી છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાંથી જુદી-જુદી કાર અને ટ્રકોની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. સૌથી આશ્ચર્યની વાત છે કે આવી ચોરેલી ગાડીઓ રાજસ્થાનના ચોક્કસ વિસ્તારમાં છુપાવાય છે. જેની જાણકારી અને પુરાવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસે હોવા છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજસ્થાનમાંથી ટ્રકોનો કબજો લેવા માટે ડરી રહ્યા છે.

 

(5:41 pm IST)