Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

નવી રેન્જ વેલાર એસવી ઓટોબાયોગ્રાફી ડાયનેમિક એડિશન રિફાઈન્ડ પાવર

અમદાવાદઃ લેન્ડ લિમીટેડ રેન્જ રોવર વેલાર એસવી બાયોગ્રાફી ડાયનેમિક એડિશન રજૂ કરીને વિશ્વની સૌથી  સુંદર મિડ સાઈઝ એસયુવી આપી છે. જે વધુ પરફોર્મન્સ લકઝરી અને વિશિષ્ટતા ધરાવે છે. વેલાર લાઈન- અપની રચના પ્રમાણે ડીઝાઈન કરાયેલ નવું મોડલ લેન્ડ રોવર સ્પેસિયટા વ્હિકલ ઓપરેશન્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તે વિશિષ્ટ ડિઝાઈન વિસ્તરણો સાથે ૪૦૪ કેવી ૫.૦ આઈવી ૮ સુપરચાજર્ડ એન્જિનથી સજજ છે. તેની વિશિષ્ટતામાં વધારો કરતા આ અલગ પડતા મોડેલની ફકત એક વર્ષ માટે જ ખરીદી ઉપલબ્ધ છે. વેલારને ૨૦૧૯ વર્લ્ડકાર એવોડઝમાં વર્લ્ડકાર ડીઝાઈનનો એવોર્ડ અપાયો હતો અને રેન્જ રોવર એસવી ઓટોબાવોગ્રાફી ડાયનેમિક ૨૦૧૭માં રજૂ કર્યા બાદ કોવેટેડ બેજ ધરાવનાર રેન્જ રોવર પરિવારમાં બીજુ મોડેલ છે.

સુપર ચાર્જડ વી૮ એન્જિન સાથે અત્યંત શકિતશાળી વેલાર ફકત ૪.૫ સેકેડમાં (૦.૭૬ કિમી/ કલાકમાં ૪.૩ સેકેડ) ૦- ૧૦૦ કિમી/ કલાકની ઝડપ પ્રાપ્ત કરી શકે છે અને પરંપરાગત રેન્જ રોવર રિફાઈનમેન્ટ અને આરામ સાથે ગ્રાહકોને સાચવના કલાક દીઠ ૨૭૪ કિમીની ઝડપ હાંસલ કરવા સક્ષમ છે. અપરેટેડ બ્રેકસ અને સસ્પેન્શન કોમ્પોનન્ટસ ઉપરોત પાવર ટ્રેઈનથી લઈને સેફટી સિસ્ટમ સુધીના તમામ માંગ અનુસારના સેટીંગ એસવી ઓટોબાયોગ્રાફી ડાયનેમીક એડીશન કારના પરફોર્મન્સથી પર્સનાલિટી સાથેલ લકઝરી મિડ- સાઈઝ એઅયુવીની ગમે ત્યાં જવી શકવાની હામતા સાથે મેળવાય છે. લેન્ડરોવર સ્પેશિયલ વ્હીકલ ઓપરેશન્સના મેનેજિંગ ડિરેકટર મિશેલ વાન ડેર સેન્ડેએ જણાવ્યું હતું કે રેન્જ રોવર વેલાર એસવી ઓટોબાયોગ્રાફી ડાયનેલીક એડિશનનો વિકાસએ એવું કાર્ય છે. જેના માટે સેશિયલ વ્હીકલ ઓપરેશન્સની રચના કરવામાં આવી છે.(૩૦.૩)

(3:26 pm IST)