Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પાટણમાં કાલે ભાજપ દ્વારા ત્રણ લોકસભા બેઠકનું શકિત કેન્દ્ર સંમેલન

પાટણ તા ૭ :  દેશમા ંલોકસભાની ચુંટણી માટે ગુજરાત રાજયમાં ભાજપ પણ કલેસ્ટર સંમેલન પાટણ ખાત. કે.સી. પટેલ વિદ્યા સંકુલમાં બપોરે ર વાગ્યે યોજાનાર, જેમાંહરિયાણા ના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરની અધ્યક્ષતામાં કલસ્ટર સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, કે.સી. પટેલ, સહીત ત્રણ લોકસભા બેઠક પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના વર્તમાન અને પુર્વ સાંસદો અને ધારાસભ્યો જીલ્લાના હોદેદારો સહીત શહેર અને તાલુકાના કાર્યકરો હાજર રહેેશે અને ઉપસ્થિત ભાજપના નેતાઓ દ્વારા હોદેદારો આગામી લોકસભાની ચુંટણી માં જીલ્લા કામગીરી મામલે માહીતગાર કરી ચુંટણીનો પ્રચાર શરૂ કરાવાશે તેમજ વધુમાં જીલ્લામાં બુધવારથી પ્રજાની વાત વડાપ્રધાન મોદી સુધી પહોંચે તે માટે ભારત કે મન કી બાત રથ ને પ્રદેશ મહામંત્રી કે સી. પટેલ એ પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારબાદ આ રથ ને ડેર ગામે લઇ જવામાં આવ્યો હતો આ રથ જીલ્લાના દરેક વિસ્તારમાં ફરશે અને પ્રજાની વાત ને ફોન, કાર્ડ, ઓનલાઇન કે વિડીયો મારફતે રજૂ કરી તેમના પ્રશ્નો વડાપ્રધાન સુધી પહોંચશે. અને તે સુચનો ના આધારે ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માં મહત્વના મુદાઓને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરશે તેવી માહિતી પાટણ જીલ્લા ભાજપ દ્વારા યોજાયેલ પ્રેસમાં પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રેસમાં જીલ્લા પ્રભારી મયંક નાયક, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, ભરતભાઇ રાજગોર, કિશોરભાઇ મહેશ્વરી, દશરથજી ઠાકોર, ભાવેશભાઇ પટેલ, હેમંતભાઇ તન્ના, સતીશભાઇ ઠક્કર, સ્નેહલભાઇ પટેલ વિગેરે પદાધિકારીઓ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતાં. (૩.૧૬)

(3:26 pm IST)