Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પ્રવિણ સિંહાને પ્રમોશન : બન્યા CBIના એડ. ડાયરેકટર

ગુજરાતના વધુ એક કર્મચારીને CBIમાં મહત્વનું પદ

અમદાવાદઃ ગુજરાતના વધુ એક અધિકારીની મોદી સરકારે સીબીઆઈમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાત કેડરના ૧૯૮૮ બેન્ચના આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હાને પ્રમોશન આપીને કેન્દ્ર સરકારે સીબીઆઈના એડિસનલ ડાયરેકટર બનાવ્યા છે.

૧૯૮૮ની બેન્ચના આઈપીએસ પ્રવિણ સિન્હા અગાઉ દિલ્હી ડેપ્યુટેશન પર હતા અને હાલ સીબીઆઈમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સીબીઆઇના ડાયરેકટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાના વચ્ચે ગંભીર આક્ષેપબાજી થઇ હતી. વર્મા અને આસ્થાના વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થતા આસ્થાના સામે સીબીઆઈમાં જ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો.

આ બાબતની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઇને ગુજરાત કેડરના બન્ને આઈપીએસ અધિકારીઓને તાબડતોડ ખસેડ્યા હતા જેના કારણે મહત્વની પોસ્ટ પર જગ્યાઓ ખાલી પડી હતી. તેવામાં જ સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માને અન્ય જગ્યાએ બદલી કરી હતી. સીબીઆઈમાં હજુ પણ અડધો ડઝન જેટલી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.(૨૧.૩૩)

(3:26 pm IST)