Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ફુલગુલાબી બજેટ હાઈલાઇટ

સામાન્ય વેરામાં કોઇ જ વધારો ન કરાયો

અમદાવાદ,તા. ૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૭૫૦૯ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૫૪૨ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું કુલ રૂ.૮૦૫૧ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ હાઈલાઇટ નીચે મુજબ છે.

*        સામાન્ય વેરામાં કોઇ જ વધારો નહી

*        વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં કોઇ જ વધારો નહી

*        વાહનવેરાના દરમાં કોઇ જ વધારો નહી

*        સને ૨૦૧૯-૨૦ના વર્ષ માટેનું કુલ ૮૦૫૧ કરોડનું અંદાજપત્ર

*        શહેરના વિકાસ કામો માટે ૩૯૦૩ કરોડની ફાળવણી

*        સ્ટેન્ડીંગ કમીટીએ સૂચવેલા ૫૪૨ કરોડના વધારા

*        ઇલેક્ટ્રીક વાહનોને વાહનવેરામાં ૧૦૦ ટકા રાહત

*        અમ્યુકો બિલ્ડીંગમાં આવેલ ટ્રસ્ટ-હોસ્પિટલોના મિલકતવેરામાં ૭૦ ટકા રિબેટ

*        ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાતા ફીઝીયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં પણ ૭૦ ટકા રિબેટ

*        ધાર્મિક પ્રસંગે એસ્ટેટ વિભાગની ફીમાં માફી

*        સ્લમ ફ્રી સીટી એકશન પ્લાન- ઝીરો સ્લમ સીટી

*        વાડજ દાંડીચોક ખાતે દસ કરોડના ખર્ચે ફલાયઓવરબ્રીજ

*        નરોડા પાટિયા જંકશન ખાતે દસ કરોડના ખર્ચે ફલાયઓવરબ્રીજ

*        લાલદરવાજા એએમટીએસ બસ ટર્મિનસને હેરીટેજ થીમ સાથે ડેવલપ કરવા પાંચ કરોડ

*        ઇન્ટર મોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે  દસ કરોડ

*        એરિયા ડેવલપમેન્ટ પ્લાન હેઠળ લાંભા-બળિયાદેવ વિસ્તાર ડેવલપમેન્ટ માટે સાત કરોડ

*        કરૂણા અભિયાન-એનીમલ હોસ્પિટલ પાંચ કરોડ

*        ગોતા-ગોધાવી કેનાલ માટે દસ કરોડ

*        ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ યોજના માટે દસ કરોડ

*        શહેરના છ મોડેલ રોડ માટે ૩૦ કરોડ

*        ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ બોર્ડ, ઔડાની વસાહતોમાં સુવિધા માટે દસ કરોડ

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચ થશે....

અમદાવાદ, તા. ૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૭૫૦૯ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૫૪૨ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું કુલ રૂ.૮૦૫૧ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેનું ચિત્ર નીચે મુજબ છે.

રૂપિયો કયાંથી આવશે

ઓકટ્રોયની અવેજીમાં સરકારની ગ્રાંટ.......... ૨૬ પૈસા

પ્રોપર્ટી ટેક્ષ તથા અન્ય સીધા કર-જનરલ ટેક્ષ ૧૦ પૈસા

વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સ......................... ૬ પૈસા

વાહન વેરો................................................. ૨ પૈસા

વ્યવસાય વેરો............................................ ૪ પૈસા

નોન ટેક્સ રેવન્યુ...................................... ૨૭ પૈસા

રેવન્યુ ગ્રાન્ટ, સબસીડી અને કોન્ટ્રીબ્યુશન.... ૧૪ પૈસા

અન્ય આવક............................................. ૧૧ પૈસા

કુલ....................................................... ૧૦૦ પૈસા

રૂપિયો કયાં જશે

એસ્ટાબ્લીશમેન્ટ........................................ ૨૮ પૈસા

એડમીનીસ્ટ્રેશન અને જનરલ ખર્ચ................. ૨ પૈસા

મરામત અને નિભાવ.................................. ૭ પૈસા

પાવર અને બળતણ.................................... ૪ પૈસા

સર્વિસ અને પ્રોગ્રામના ખર્ચાઓ.................... ૮ પૈસા

કોન્ટ્રીબ્યુશન, સબસીડી અને ગ્રાન્ટ.............. ૧૮ પૈસા

લોન ચાર્જીસ અને અન્ય.............................. ૧ પૈસા

રેવન્યુ પુરાંતની વિકાસના કાર્યો માટે ટ્રાન્સફર ૩૨ પૈસા

કુલ....................................................... ૧૦૦ પૈસા

બજેટ : આંકડાકીય વિગત

અમદાવાદ, તા. ૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૭૫૦૯ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૫૪૨ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું કુલ રૂ.૮૦૫૧ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. વેરાની આવક અને અન્ય આંકડાકીય વિગત નીચે મુજબ છે.

સામાન્ય વેરાની આવક(જૂની બાકી પેટે) રૂ.૧૦૦ કરોડ

કોમર્શીયલ ડેવલપમેન્ટની આવક......... રૂ.૧૯૦ કરોડ

પ્રિમીયમની આવકમાં વધારો............... રૂ.૧૦૦ કરોડ

વધારાની એફએસઆઇ વાપરવા અંગેની ફી રૂ.૧૦૦ કરોડ

પ્રાથમિક કેળવણી માટે ગ્રાન્ટમાં વધારો રૂ.૪૪.૨૭ કરોડ

વ્યવસાય વેરો..................................... રૂ.૮.૭ કરોડ

રેવન્યુ આવકમાં કુલ વધારો................. રૂ.૫૪૩ કરોડ

(8:21 pm IST)