Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ખેતપેદાશોના સંગ્રહ માટે નવા ગોડાઉન પુરા પાડવા વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો

ટેકાના ભાવે ખેતપેદાશોની થતી ખરીદીના સંગ્રહણ માટે રાજ્ય સરકારની સમસ્યા અંગે મુખ્યમંત્રીએ લખ્યો પત્ર

ગાંધીનગર:રાજ્યમાં ખેતપેદાશોના સંગ્રહ માટે નવા ગોડાઉન પુરા પાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્દ્રિય કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરાઈ છે પરંતુ તેના સંગ્રહની કેટલીક સમસ્યાઓ છે.ત્યારે મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.
 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રમાં લખ્યું છે કે,સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી,કપાસ સહિતની ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે.પરંતુ તેના સંગ્રહ માટે પુરતા ગોડાઉન નથી જેથી કરીને નવા ગોડાઉનો પુરા પાડવામાં આવે
   અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં ખેત પેદાશોની ખરીદી કરવાની જાહેરાત કરી હતી પરંતુ ખેતપેદાશોના સંગ્રહને લઇને રાજ્ય સરકાર મુશ્કેલીમા મુકાતા કેન્દ્રને રજૂઆત કરતો પત્ર લખ્યો હતો.

(12:06 am IST)
  • એશિયાના સૌથી મોટા વ્યૂહાત્મક એરબેસ પરથી ફ્રાન્સની વાયુસેનાના પ્રમુખે ભારતમાં નિર્માણ પામેલા ફાઈટર જેટ તેજસથી ઉડ્ડયન કર્યું હતું. રાજસ્થાનના જોધપુર એરબેસ પરથી ફ્રાન્સના એર ચીફ માર્શલ આંદ્રે લેનાટોએ કો-પાયલટ તરીકે ભારતમાં નિર્મિત ફાઈટર જેટ તેજસમાં ઉડાણ કર્યું હતું. access_time 7:37 pm IST

  • ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના કેમ્પ ઉપર ત્રાસવાદીઓ ત્રાટકયાઃ ૧૧ જવાનો ઘાયલ : મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં તૈનાત આસામ રાઇફલ્સના ટ્રાન્ઝીટ કેમ્પમાં આજે સવારે એક પછી એક બે વિસ્ફોટો થયા, જેમાં ૧૧ જવાનો ઘવાયા છે. ઉગ્રવાદિઓએ પ્રશ્ચિમ ઇમ્ફાલમાં ખુમાન લંપક મુખ્ય સ્ટેડિયમ પાસે આ વિસ્ફોટો થયેલ. કોઇ આતંકી જુથોએ હજુ સુધી હુમલાની જવાબદારી મળી નથી. access_time 3:47 pm IST

  • સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા : કોર્ટે રાજ્યને નવી ખોદકામ નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા અને પર્યાવરણીય મંજૂરી લાવ્યા બાદ બીજીવાર ખોદકામ શરૂ કરવા જણાવ્યું : કોર્ટ અનુસાર, આ બધી ખાણોમાંથી માત્ર ૧૫ માર્ચ સુધી જ ખોદકામ કરી શકાશે access_time 3:30 pm IST