Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

આખરે રાજ્યપ્રધાન પરસોત્તમ સોલંકીએ લીધેલા શપથ

કાર્યકારી અધ્યક્ષે શપથ લેવડાવ્યા

અમદાવાદ,તા. ૭, ૧૪મી ગુજરાત વિધાનસભામાં ભાવનગર (ગ્રામ્ય)થી ચૂંટાયેલા ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીને શપથગ્રહણ કરાવતા કાર્યકારી અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે તેમની ચેમ્બરમાંતેમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા. આવેળાએ મુખ્ય દંડક પંકજ દેસાઈઅને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:15 pm IST)