Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પ્લાસ્ટિક ઉદ્યોગોના પ્રોત્સાહન માટે સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રી શ્રી રૂપાણી

પ્લાસ્ટ ઇન્ડિયા ૨૦૧૮નો વિધિવત પ્રારંભઃ પ્લાસ્ટિક ઉદ્યોગને નવી ગતિ આપવા માટે સાણંદમાં રાજ્ય સરકાર પ્લાસ્ટિક પાર્કનું નિર્માણ કરશે : શ્રી રૂપાણીની ખાતરી

અમદાવાદ,તા. ૭, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઇનોવેશન્સ સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ વ્યક્ત કરી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું વિકાસનું નવતર ક્ષેત્ર છે એમ પણ તેમણે જણાવ્યુ હતું. આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યું હતું કે, પ્લાસ્ટિક ઉદ્યોગગારો, ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્યનો બીજો પ્લાસ્ટિક પાર્ક નિર્માણ થશે. ભરુચના દહેજમાં આ પ્રકારનો ડેડિકેટેડ પ્લાસ્ટિક પાર્ક રાજ્ય સરકારે કાર્યરત કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. વિજય રૃપાણીએ ગાંધીનગરમાં યોજાઈ રહેલા પાંચ દિવસીય પ્લાસ્ટ ઇન્ડિયા-૨૦૧૮ એક્ઝિબિશન કોન્ફરન્સ અને કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હુતં કે, પ્લાસ્ટિક ઉત્પાદનો ઝિરો ડિફેક્ટ પર્યાવરણ પ્રિય ઉત્પાદનો બની રહે તથા રિસાયકલિંગ અને ન્યૂ ઇન્વેન્શન્સથી પ્લાસ્ટિક ઉત્પાદનો વધુ સહજ બને તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે. આ માટે ગુજરાત સરકારે પ્લાસ્ટિક ઉદ્યોગની ટેકનોલોજીમાં નવા શોધ-સંશોધનોને વેગ આપવા વાપીમાં પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્થાપનાની પ્રક્રિયા ગતિમય બનાવી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્લાસ્ટિક-પોલીમર્સના ઉદ્યોગોના વિકાસની તેજ રફ્તાર સરકારે જાણીને સ્પેસિફિક પ્લાસ્ટિક પોલિસી ઘડી છે અને ઉદ્યોગકારોના સૂઝાવને આધારે તેને વધુ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી બનાવી  છે તેમ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશના પોલિમર ઉત્પાદનમાં ૫૦ ટકાથી વધુ ફાળો ગુજરાતનો છે. એટલું જ નહીં દેશના ચોથા ભાગનું પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને ગુજરાત મોસ્ટ ઇકોફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રીે પ્લાસ્ટિક ઉદ્યોગોના રાજ્યમાં ૧૦ હજારથી વધુ એકમો કાર્યરત છે. તેની છણાવટ કરતા ઉમેર્યં હતું કે, આમાના અધિકાંશ ઉદ્યોગ એમએસએમઈ સેક્ટરના છે અને ૮૨૦૦૦ લોકોને રોજગાર અવસર પુરા પાડે છે. ઔદ્યોગિક રોકાણમાં આ ઉદ્યોગો ૫૫૮૦ કરોડનું રોકાણ ધરાવે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. વિજય રૃપાણીએ કેન્દ્રના વર્તમાન બજેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમએસએમઈ સેક્ટર માટે જે વિશેષ પ્રોત્સાહનો જાહેર કર્યા છે તેનો લાભ પ્લાસ્ટિક ઉદ્યોગોને પણ મળશે તેમ જણાવ્યું હતું. એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગોનને સાત ટકા વ્યાજ સબસિડી જેવા પ્રોત્સાહનો આપ્યા છે તેને પરિણામે પ્લાસ્ટિક ઉદ્યોગમાં નવા ઉદ્યોગકારો યુવા સ્ટાર્ટઅપને બળ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

(11:10 pm IST)