Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ધો,8ની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી દોઢ વર્ષ સુધી દુષ્કર્મ:સગીરાએ બાળકીને જન્મ આપતા પર્દાફાશ

વડોદરાના હબીપુરાની સગીરા ગર્ભવતી જણાતા બોડેલીમાં પ્રસુતિ કરાવી ;કરજણના બામણગામના યુવાન સામે ફરિયાદ

 

વડોદરા ;ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી દોઢ વર્ષ સુધી સતત દુષ્કર્મ ગુજારતા સગીરાએ બાળકીને જન્મ અપાતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે અંગે છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોધવા પામી છે. સગીરાએ એક બાળકીને જન્મ આપતા સમગ્ર મામલાનો પર્દાફાસ થયો.હતો 

   અંગેની વિગત મુજબ સગીરા વડોદરા જિલ્લાના નાના હબીપૂરા ગામે ધોરણ ૮માં અભ્યાસ કરતી હતી.ત્યારે એક યુવાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દોઢ વર્ષ સુધી બાળત્કાર ગુજાર્યો હતો. ધોરણ પાસ કર્યા પછી સગીરાને વધુ અભ્યાસ માટે બોડેલીના એક ગામે રહેતી તેની દાદીને ત્યાં આવી હતી.સગીરાને પેટમાં વારંવારમાં દુખાવાની ફરિયાદને લઈ દાદીએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવતા ડોક્ટરે તે પ્રેગ્નંટ હોવાનુ જણાવ્યુ હતું અને ત્યાજ તેની પ્રસૂતી કરવી હતી. બાળકીને જન્મ આપતા સમગ્ર મામલાનો પર્દાફાસ થયો હતો

  બાબતની જાણ ડભોઈ તાલુકાના એક ગામે રહેતા તેના મા-બાપ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામનો વિશાલભાઈ વસાવા નામનો યુવક તેની દીકરી પર દોઢ વર્ષથી બળાત્કાર ગુજરતો હતો. દીકરી ગર્ભવતી થતાં સમગ્ર હકીકતની જાણ થઈ હતીપોલીસે માતાની ઝીરો નંબરથી ફરિયાદ નોંધી આગળની તપાસ માટે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ટ્રાન્સફર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(9:27 pm IST)