Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પેથાપુર પોલીસે બાતમીના આધારે કોલવડાના પરામાં દરોડા પાડી 2.30 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો


ગાંધીનગર:શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે પેથાપુર પોલીસે બાતમીના આધારે કોલવડાના પરામાં દરોડો પાડી ર.૩૦ લાખની કિંમતનો દારૃ બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે મુખ્ય બુટલેગરો હાથ આવ્યા નહોતા. તો કોલવડામાં અન્ય બાઈકમાં સવાર બે શખ્સોને વિદેશી દારૃ સાથે પકડી લેવામાં આવ્યા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે પેથાપુર પોલીસ મથકના પીએસઆઈ વી.બી.દેસાઈને બાતમી મળી હતી કે કોલવડાના પરામાં દિગ્વિજયસિંહ ઉર્ફે દીગો જશવંતસિંહ વાઘેલા, રાજુભા બચુભાઈ વાઘેલા અને પુનમ વરવાભાઈ રાવળ વિદેશી દારૃનો જથ્થો સંતાડી રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહયા છે. આ બાતમીના આધારે પેથાપુર પોલીસે દરોડો પાડતાં ૨૪૦ બિયરના ટીન અને વિદેશી દારૃની ૪૬૬ બોટલ સાથે ભવરરામ લાલારામ કોળીને ઝડપી પાડયો હતો. જ્યારે મુખ્ય બુટલેગરો હાથ આવ્યા નહોતા. પોલીસે કુલ ર.૩૦ લાખનોમુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. તો કોલવડા પાસેથી આદીવાડામાં રહેતા દશરથસિંહ પ્રતાપસિંહ ઝાલા અને પ્રહલાદસિહ લભુખા ઝાલાને બાઈક ઉપર વિદેશી દારૃની દસ બોટલો સાથે કુલ ર૮ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જિલ્લામાં દારૃબંધીનું કડકપણે પાલન કરવામાં આવતું હોવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બુટલેગરોની જગ્યા સુધી કેમ વિદેશી દારૃ પહોંચી રહયો છે તે સમજાતું નથી.

 

(6:12 pm IST)