Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સુરતથી શિરડી સાંઇબાબા દર્શને જવા માટે એરક્રાફટની સુવિધા

સુરત : સાંઇબાબાના દર્શને દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો પહોંચે છે ત્યારે ભાવિકોને શિરડી જવા માટે એરક્રાફટની  સુવિધા ઉભી કરાઇ છે.

સુરતથી શિરડી જવા માંગતા સુરતીવાસીઓ માટે રાહતના સમાચાર છે. સુરતની ખાનગી કંપની આગામી સપ્તાહના ગુરૂવારથી સુરત શિરડી વચ્ચેની ફલાઇટ શરૂ કરવા જઇ રહી છે. જે અંગે કંપનીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

હાલમાં ટિકીટનો દર વ્યકિત દીઠ ૩પ૦૦ થી પ૦૦૦ ની વચ્ચે રહેશે. કંપની પાસે હાલમાં બે એરક્રાફટ છે. જેમાં ભવિષ્યમં વધારો કરવામાં અવશે. ૬પ ટકા જેટલી કનેકિટવીટી હાલ શિરડી માટે તૈયાર થઇ છે. શિરડીની સાથે બોમ્બે, દિલ્હી અને હૈદરાબાદની હાલમાં એર લાઇન્સ દ્વારા ફલાઇટ કાર્યરત છે.

(4:55 pm IST)