Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

૧૬૧ કિ.મી.ની દોડ, ૪પ કલાકને બદલે ૩૯ કલાકમાં પુર્ણ કરનાર શમશેરસિંઘ દેશના પ્રથમ આઇપીએસ બન્યા

જેમનું નામ સાંભળતા જ એક કરડાકીભર્યા ચેહરાનું શબ્દચિત્ર ઉપસી આવે છે તેવા આ એડીશ્નલ ડીજીને તમે આ રીતે ઓળખો છો? : પપ કિ.મી.ની દોડમાં એક સમયે પુત્રીને પણ સામેલ કરેલઃ ૧૦ કિ.મી. બાકી હતા ત્યારે જ જીપીએસ સીસ્ટમની બેટરી ઉતરી ગયેલઃ અકિલા સાથેની વાતચીતમાં પ૧ વર્ષીય અફસરે અશકય-શકય કઇ રીતે બન્યું તેની રસપ્રદ વાતો વર્ણવી

રાજકોટ, તા., ૭: 'શમશેરસિંઘ' એટલું સાંભળતા જ કુવિખ્યાત ગુન્હેગારો, બુટલેગરો અને કટકીબાજોના મનમાં એક રૂવાબદાર અને કરડાકીભર્યા ચહેરાનું શબ્દચિત્ર નજર સમક્ષ તરવરવા લાગે છે. ગુજરાત ક્રાઇમ રેકર્ડ બ્યુરોમાં હાલમાં એડીશ્નલ ડીજીપી દરજ્જે ફરજ બજાવતા આ પ૧ વર્ષીય અધિકારીએ લાંબી દોડમાં વિક્રમ સર્જી દેશના પ્રથમ આઇપીએસ તરીકે જાણીતા બન્યા છે.

તાજેતરમાં કચ્છ પંથકમાં યોજાયેલી ૧૬૧ કિ.મી.ની દોડમાં યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તીથી વધુ એક વખત ભાગ લઇ સમય કરતા વ્હેલા પહોંચવામાં તેઓ સફળ રહયા હતા. નિર્ધારીત સમયે ૪પ કલાકનો હતો. આ સિનીયર આઇપીએસએ આ લાંબી દોડ માત્ર ૩૯ કલાકમાં જ પુર્ણ કરી નાખી હતી.

પ૧ વર્ષે આવી દોડમાં ભાગ લેવાનું ભાગ્યે જ કોઇ વિચારે તેવી આ અનોખી દોડમાં રનવીર બનનારા શમશેરસિંઘ માટે લાંબી દોડનો આ પ્રથમ પ્રસંગ નથી. ર૦૧૬માં તેઓએ ૧૦૧ કિ.મી. અને પપ કિ.મી. દોડ પોતાની પુત્રીને સાથે રાખી પુર્ણ કરી હતી.

શનિ-રવીની રજા દરમ્યાન ધોળાવીરા ખાતે યોજાયેલ આ દોડ સ્પર્ધામાં કુલ ૩પ દોડવીરો જોડાયા હતા. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે, શમશેરસિંઘે તમામને હંફાવેલ. અકિલા સાથેની વાતચીતમાં આ કાર્યદક્ષ અધિકારીએ અશકયને શકય કઇ રીતે બનાવ્યું? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવેલ કે આ માટે તેઓએ સતત ૩ માસ સુધી તાલીમ લીધી હતી અને સખત પરીશ્રમ કરેલ. સિધ્ધી તેને જઇ વરે, જે પરસેવે ન્હાય તેવી ઉકિત તેઓના કિસ્સામાં સાર્થક થઇ હતી. અકિલા સાથેની વિશેષ વાતચીતમાં તેઓના આગામી દોડ કાર્યક્રમ અંગે પુછતા તેઓએ જણાવેલ કે તેઓના આગામી કદમ અલ્ટ્રા ટ્રાયલ ડયુ મોન્ટ બેલેન્સ છે. શમશેરસિંઘે વાતચીત દરમિયાન ઉમેર્યુ કે, આ સ્પર્ધા ખુબ ટફ છે. પરંતુ મને મારી મહેનત અને મારા વિશાળ શુભેચ્છકોની લાગણી પર ભરોસો છે અને ૧૭૦ કિ.મી.ની દોડમાં પણ હું સફળ બનીશ તેવી ખાત્રી છે.

આ લાંબી અને કઠીન દોડ સ્પર્ધા દરમિયાન કેવા પડકાર આવેલા તેના જવાબમાં તેઓએ જણાવ્યું કે, આ સ્પર્ધામાં એક માત્ર જીપીએસ સીસ્ટમ જ પર સમગ્ર આધાર હોય છે. છેલ્લા ૧૦ કી.મી. બાકી હતા ત્યારે મારા જીપીએસ સીસ્ટમની બેટરી ઉતરવા લાગેલ. પરંતુ હું નાહિંમત થયા વગર અર્જુનની માફક મારૂ લક્ષ્ય એક જ હોવાથી મને સાચો રસ્તો તો સાંપડયો અને તે પણ નિર્ધારીત સમય કરતા પહેલા. આનાથી બીજી ગૌરવની બાબત કઇ હોઇ શકે?.

(3:55 pm IST)
  • સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા : કોર્ટે રાજ્યને નવી ખોદકામ નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા અને પર્યાવરણીય મંજૂરી લાવ્યા બાદ બીજીવાર ખોદકામ શરૂ કરવા જણાવ્યું : કોર્ટ અનુસાર, આ બધી ખાણોમાંથી માત્ર ૧૫ માર્ચ સુધી જ ખોદકામ કરી શકાશે access_time 3:30 pm IST

  • રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે 5 રાજ્યોની હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંક કરી છે, જેમાં કેરળ, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટના જજ અભિલાષા કુમારીની મણિપુર હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:23 pm IST

  • મહેસાણામાં ધારાસભ્યના કાર્યાલય પર તોડફોડના મામલે કોર્ટમાં હાર્દિક અને લાલજી પટેલની હવે ૨૮મીએ સુનાવણીઃ ધારાસભ્યની જુબાની રાયોટીંગના ગુનાની કરાઇ હતીઃ કોર્ટમાં કાર્યવાહીમાં બે અરજીઓ મંજૂર access_time 2:12 pm IST