Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદન મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્દેશ : અસરગ્રસ્ત ખેડૂતોને ચાર ગણું વળતર ચુકવવા આદેશ

રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલ અરજી ફગાવી:ભરૂચ જિલ્લાના 12 થી 15 ગામડાઓને જમીન સંપાદન બદલ 4 ગણું વળતર ચૂકવવાનો આદેશ

અમદાવાદ : ડેડીકેટેડ પ્રાઇસ કોરિડોર એક્સપ્રેસ હાઈ-વે જામીન સંપદાન મુદ્દે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપિલ અરજી ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ભરૂચ જિલ્લાના 12 થી 15 ગામડાઓને જમીન સંપાદન બદલ 4 ગણું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

 સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે ‘ અર્બન ડેવેલપમેન્ટ એરિયા અને અર્બન લોકલ બોડીમાં ફરક છે’. ભલે શહેરી વિકાસ સતા મંડળમાં આવતા હોય પણ શહેરની બહારના ગામડાઓને ગામ ગણવા અને ચાર ગણું વળતર ચૂકવું

 

કોર્ટના આ નિણર્યથી ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને વધારાના 200 કરોડ રૂપિયાનો વળતર મળશે. જ્યારે ભરૂચ જિલ્લાના 12 થી 15 ગામડાઓના 400 જેટલા ખેડૂતોને વ્યાજ સાથે વધારાનું 300 કરોડ રૂપિયાનું વળતર મળશે.

સુપ્રીમ કોર્ટ મૌખિક ટકોરમાં કહ્યું હતું કે ગુજરાત સરકારે પોતાના કાયદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં 60 જેટલી પિટિશન કરી છે. આ કેસમાં વળતર કેન્દ્ર સરકારને ચૂકવવાનું હોવા છતાં પણ રાજ્ય સરકાર પોતાના કાયદા બદલીને ખેડૂતોને ખોટી રીતે ચાર ગણા વળતરથી વંચિત રાખે છે.

ગુજરાત હાઈકોર્ટે આ કેસ મુદ્દે 2019માં ચૂકાદો આપતા નેશનલ હાઈ-વે ઐથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે ભરૂચ અને ગાંધીનગર જિલ્લાના કેટલાક ગામડા શહેરી વિકાસ સતા મંડળમાં આવતા હોય તો પણ કારણ કે ગુજરાત સરકારના કાયદા પ્રમાણે ગામડાઓ શહેરનો ભાગ નથી. એટલે તેમણે ગ્રામ્ય વિસ્તારમાં ગણી બે નહિ ચાર ગણું વળતર ચૂકવું જોઈએ. આ હુકમ છતાં વળતર ન ચુકવતા ખેડૂતો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ પિટિશન કરવામાં આવી હતી. કેન્ટેમ્પ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે સત્તાધીશોને જજમેન્ટનું પાલન કરી ખેડૂતોને વધારાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદાની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં 60 જેટલી અરજી કરી હતી

(9:45 pm IST)