Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 899 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 667 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 લોકોના મોત :મૃત્યુઆંક 4332 થયો : કુલ 2,37,222 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 133 કેસ, સુરતમાં 120 કેસ,વડોદરામાં 119 કેસ, રાજકોટમાં 80 કેસ, જામનગર અને જૂનાગઢમાં 21- 21 કેસ, ગાંધીનગર અને કચ્છમાં 17-17 કેસ,ભરૂચમાં 16 કેસ, ભાવનગરમાં 15 , દાહોદ અને મહેસાણામાં 14-14 કેસ નોંધાયા :હાલમાં 8359 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 667 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 899 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 667 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 899 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,37,222 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 3  લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4332 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 94,92 થયો છે

  રાજ્યમાં હાલ  8359 એક્ટિવ કેસ છે. જેમાંથી 58 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 8301 દર્દીઓ સ્ટેબલ છે, છેલ્લ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 1,00,03,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 667 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 133 કેસ, સુરતમાં 120 કેસ,વડોદરામાં 119 કેસ, રાજકોટમાં 80 કેસ, જામનગર અને જૂનાગઢમાં 21- 21 કેસ, ગાંધીનગર અને કચ્છમાં 17-17 કેસ, ભરૂચમાં 16 કેસ, ભાવનગરમાં 15 , દાહોદ અને મહેસાણામાં 14-14 કેસ નોંધાયા છે

(8:27 pm IST)