Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ગાંધીનગર:ઉતરાયણ પૂર્વે ચિલોડા નજીકથી પોલીસે ચાઈનીઝ દોરીનો વેપલો ચલાવનાર શખ્સને ઝડપી 180 ફીરકી જપ્ત કરી

ગાંધીનગર: ઉતરાયણ પર્વ દરમ્યાન દોરીથી પશુપક્ષીઓની સાથે માનવ જીંદગી પણ હોમાતી હોય છે ત્યારે ચાઈનીઝ દોરી ઉપર છેલ્લા ઘણા વર્ષોથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં આ પ્રતિબંધિત દોરીનું વેચાણ પર્વ દરમ્યાન વધી જતું હોય છે. જિલ્લા તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી આ પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતાં વેપારીઓને પકડવામાં પણ આવી રહયા છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમયાન બાતમી મળી હતી કે ચિલોડાથી સાદરા જતાં રોડ ઉપર એક શખ્સ તેની લારી ઉપર ચાઈનીઝ દોરી રાખીને તેનુ વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને રાજુજી બાબુજી ઠાકોર રહે.શિહોલી મોટીને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી ૧૮૦ જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી કબ્જે કરી હતી. તેની સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી હતી. આ દોરીનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ શરૃ કરી છે. દહેગામ પોલીસે પણ અમદાવાદના રીક્ષાચાલકને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપ્યો હતો. જિલ્લામાં આ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ કયાંથી દોરી લાવી રહયા છે તે તપાસનો વિષય છે.

(5:14 pm IST)