Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સાબરકાંઠા જિલ્લામાં સસરાએ પુત્રવધુને પોતાના માટે બીજી પત્‍ની શોધવાનું કહેતા તેમાં પુત્રવધુ નિષ્‍ફળ જતા અદાવત રાખીને દહેજની માંગણી કરીઃ પતિએ પત્ર થકી ત્રણ તલાક મોકલ્‍યા હોવાનો પત્‍નીનો આક્ષેપ

અમદાવાદ: સાબરકાંઠા જિલ્લામાં સસરાએ પુત્રવધૂને પોતાના માટે બીજી પત્ની શોધવાનું કહ્યું જેમાં નિષ્ફળ જતાં અદાવત રાખીને દહેજ માંગણી કરી, પતિ દ્વારા તેને પત્ર થકી ટ્રિપલ તલાક મોકલાવ્યા હોવાનો ફરિયાદી પત્નીએ દાવો કર્યો છે.

35 વર્ષીય ફરિયાદી મુસ્લિમ મહિલા શાહીનબાનું મન્સુરીએ તેના પતિ સરફરાજ મન્સૂરી, સસરા ગફુર મન્સૂરી અને અન્ય બે સાસરિયાઓ સામે સાબરકાંઠા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી પત્નીએ આક્ષેપ કર્યો છે કે તેના સસરાએ પોતાના બીજા લગ્ન કરવા માટે છોકરી શોધવાનું કહ્યું હતું. જેના જવાબમાં ફરિયાદી પુત્રવધુએ કહ્યું કે તમારે આ ઉંમરમાં પરણવાનું શું જરૂર છે. અમે ઘરમાં તમારી ખાવવા પીવવાની વ્યવસ્થા કરશું.

પત્નીએ જણાવ્યું કે આ ઘટના બાદ સસરાએ તેના પતિને ચડાવ્યો હતી અને તુ જમવાનું બરાબર બનાવતી નથી તેવા આક્ષેપ કરી હેરાનગતિ શરૂ કરી હતી. ત્યારબાદ તેના પતિ પણ તેની સાથે મારઝૂડ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહિલાએ ઉમેર્યું કે આ બનાવ બાદ પોતાના બાળકો અને પતિ સાથે તેના પિતાના હિંમતનગર ખાતેના ઘરે રહેવા આવી ગયા હતા. જોકે થોડા સમય બાદ તેના સસરા ત્યાં પણ આવી ગયા હતા અને પોતે તેમના બીજા લગ્ન માટે છોકરી ન શોધી હોવાની અદાવત રાખીને સસરાએ હિમતનગરવાળો મકાન તેના પતિના નામે કરવાનો અથવા 5 લાખ રૂપિયા દહેજ પેટે લાવવાની માંગ કરી હોવાનો આક્ષેઓ કર્યો હતો.

ગત 10મી સપ્ટેમ્બરના રોજ પતિ અને સાસરિયાઓએ તેને કહ્યું હતું કે તેના પિતા પાસેથી પૈસા કેમ લાવતી નથી. તેમને મકાનનો ભાડું ચૂકવવું પડે છે. બંને પક્ષે વચ્ચે બોલાચાલી બાદ સાસરિયાઓએ મહિલાને માર મારી હતી. જેથી તેને ડાબા હાથે ઇજાઓ થઈ હતી. આ સમગ્ર વાત મહિલાએ તેના પિતાને કરતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

આ બનાવ બાદ ફરિયાદી તેના પિતાના ઘરે ભિલોડા જતી રહી હતી. થોડા સમય પછી ફરીવાર તેના પિતાએ સાસરિયાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો જોકે તેમણે ફરિયાદીને તલાક આપવાની વાત કરી હતી.

ગત 21મી ડિસેમ્બરના ફરિયાદીના પતિ સરફરાજ મન્સુરીએ તેના ભાઈને ટ્રિપલ તલાક લખેલો પત્ર કુરિયર મારફતે મોકલ્યો હતો. જ્યારે ફરિયાદીના પિતાએ આ તલાકના કાગળ ગેરકાયદેસર છે તેવું કહ્યું ત્યારે સાસરિયાઓએ તેમને જવાબમાં કહ્યું કે ફરિયાદીને પાછી અમારા ઘરે મોકલતા નહિ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ મહિલાએ તેના પતિ, સસરા અને અન્ય બે લોકો સામે FIR દાખલ કરાવી હતી.

(4:51 pm IST)