Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સાબરમતી નદીનાં પટમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપતું ખાણખનીજ વિભાગ

એક હિટાચી મશીન અને બે ડમ્પર સહિત અંદાજે 70 લાખનો મુદ્દામાલ જપ્ત :સાબરકાંઠા જિલ્લામાં ખાણખાણીજ વિભાગની કડક કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લામાં ખાણખાણીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા ખાણખનીજ વિભાગનાં અધિકારીઓ આજે પ્રાંતિજ તાલુકાનાં શિતવડા ખાતે સાબરમતી નદીનાં પટમાં અચાનક પહોચી જઇ ગેરકાયદેસર ખનન જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં એક હિટાચી મશીન અને બે ડમ્પર સહિત અંદાજે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખાણખનીજ વિભાગ દ્વારા નદીનાં પટ્ટમાં માપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ જિલ્લાનો ચાર્જ સંભાળ્યા બાદ ખનિજ ચોરો સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જુલાઈ 2020 બાદ કોરોનાના કાળમાં પણ સાબરકાંઠા ખાણખનીજ વિભાગ દ્વારા અંદાજિત 2.98 કરોડ જેટલી દંડ ની રકમ ખનીજ ચોરો પાસેથી વસુલ કરાઈ છે.

(1:08 pm IST)