Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ખેડૂતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મામલે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને માનહાનીની નોટીસ

'આપ 'ના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ પટેલ દ્વારા માફી માગે તેવી માગણી સાથે જ માનહાનીની નોટિસ પણ મોકલી

અમદાવાદ :  ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેર સભામાં ખેડૂત આંદોલન અંગે અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા ભેમાભાઈ દ્વારા માફી માગે તેવી માગણી કરવામાં આવી છે. સાથે જ માનહાનીની નોટિસ પણ મોકલવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ઠંડીમાં પણ પોતાનું કૃષિ કાયદાઓ વિરુદ્ધનું આંદોલન ચલાવી રહ્યા છે. જોકે ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે અવારનવાર વાતચિતો થઈ પરંતુ તેમના તાર મળ્યા નહીં ત્યારે ગુજરાતના ભાજપના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરસભામાં ખેડૂત આંદોલન અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી .

આ મામલે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા ભેમાભાઈએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તેમણે પોતાના આ શબ્દો મામલે માફી માગવી જોઈએ અને શબદો પાછા લેવા જોઈએ. તેમણે કહ્યું કે, ભારતના ખેડૂતો જયારે 45 દિવસથી સિંધુ-દિલ્હી બોર્ડર પર કાળા કાનુનને પરત લેવા "શહીદ ક્રાંતિ "કરી રહ્યા છે જે "શાંતિ પૂર્ણ આંદોલન, સંઘર્ષમાં દેશના ખેડૂતોએ દેશ ખેડૂતને બચાવી લેવા સમર્થનો જાહેર કર્યા છે "54" થી વધુ ખેડૂતો શહીદ થયા છે અને પોતાનો દમ તોડ્યો છે. તેવા સમયે કાળા કૃષિ બિલની દલાલિ કરવા વાળા નેતાઓ દ્વારા ભારતના ખેડૂતો વિશે નીચે પ્રમાણે બોલવામાં આવતા ખેડૂતો દ્વારા માનહાનીનો દાવો કરવા નોટિસ ફાટકરવામાં આવી છે. થોડા સમય પહેલા એક સભામાં નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલ ખેડૂતો માટે અપમાનજનક ટિપ્પણીઓ બાબતે મેં પણ લીગલ નોટિસ આજે આપી છે .

ભેમાભાઈ ચૌધરી કિસાન નેતા દ્વારા ગુજરાતના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટરને ખેડૂતો ને "એન્ટી નેશનલ એલીમેન્ટ્સ"દ્વારા ખેડૂત આંદોલનમાં ફંડિંગ કરાઈ રહ્યું છે બોલવા સહીત, આતંકવાદી છે, ખાલીસ્તાની છે, જાતિ વાદી અને પ્રો ચાઇનાના લોકો આમાં સામીલ છે, તેમણે કહ્યું કે, મેં જોયું છે કે ખેડૂતોને પીઝા અને પકોડા મફત માં મળે છે. ઉપરોક્ત બાબતને કારણે BJP નેતાઓ કે જેઓ ભૂલી ગયા કે દેશ નું અસ્તિત્વ ખેડૂતો છે જેમના આંદોલનને ટુકડે ટુકડા કરવા ખુબ ચાલ ચાલવામાં આવી છે, પણ ખેડૂત વિરોધી "રૂપિયાની ગુજરાત સરકાર" ના વિજય રૂપાણી અને નીતિન પટેલ બંને ખેડૂતને AAP કિશાન સંગઠન ગુજરાત દ્વારા વિરોધ સાથે ખેડૂતો બાબતે કરેલા માનહાની વાળા તમામ ભાષણો બાબતે માફી માંગે અને પોતાનું પદ ત્યાગ કરે તેવી અમારી માંગ છે.

AAP કિસાન સંગઠન દ્વારા ખેડૂતોને ન્યાયિક કવચ પૂરું પાડવામાં આવશે અને ખેડૂત વિરોધી નેતાઓ ને હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટમાં કાનુની કાર્યવાહી માટે જઈ રહ્યા છે. જેની આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અમો પણ નોટિસ આપી રહ્યા છીએ .ખેડૂતોની માફી માંગે અને નાયબ મુખ્યમંત્રી તાત્કાલિક પોતાનું પદ છોડવામાં આવે. તેવું પણ તેમણે કહ્યું હતું.

(10:53 pm IST)