Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

CAAની રેલીમાં ભાજપના જિલ્લા મહામંત્રીએ ધારાસભ્યને ધક્કો માર્યા બાદ માથાકૂટનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો

ધારાસભ્યના સમર્થકો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની ઓફીસ પર પહોંચ્યા

અમદાવાદ : રાજ્યના લોકોમાં CAAને લઇને જાગૃતિ લાવવા ભાજપ દ્વારા રાજ્યભરમાં જાગૃતિ અભિયાન  અંતર્ગત ભાજપ દ્વારા CAAની રેલી યોજાઈ હતી આ દરમિયાન ભાજપના આગેવાન અને ભાજપના ધારાસભ્ય વચ્ચે માથાકૂટ થઇ  હતી. આ માથાકૂટનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો છે ધારાસભ્યના  સમર્થકો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની ઓફીસ પર પહોંચ્યા હતા.

 વીસનગરમાં CAAના સમર્થમમાં જિલ્લા ભાજપ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે સમયે રેલી ચાલુ હતી તે દરમિયાન મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રીનો ભાજપના ધારાસભ્ય ઋષિકેસ પટેલને ધક્કો લાગ્યો હતો. ધક્કો લાગતાની સાથે બંને વચ્ચે માથાકૂટ હતી હતી. આ માથાકૂટ એટલી હદે વકરી હતી કે, ધારાસભ્ય ઋષિકેસ પટેલના સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

(11:05 pm IST)