Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કાળા બજાર અટકાવવા હવે સ્ટેચ્યુની ૬ થી વધુ ટિકિટ નહિ ખરીદી શકશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીની ટિકિટના કોઈ કાળા બજાર ન કરી શકે અને પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે એક સાથે 6 થી વધુ ટિકિટ ઓનલાઈન કે ઓફ લાઇન લઈ નહિ શકે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે દેશભરમાંથી હજારો ની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ઓનલાઇન સ્ટેચ્યુ ઓફ યુનિટીનીની વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટનું એડવાન્સ બુકિંગ થઈ જતું હતું,ટુર ઓપરેટરોથી લઈને કેટલાક તત્વો ટિકિટ બ્લેક કરનારા પણ ૨૫ થી ૩૦ ટિકિટનું એક સાથે બુકીંગ કરાવી લેતા હતા અને વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ મળતી ન હતી ત્યારે આ ટિકિટના કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે હવે ખાસ આયોજન કર્યું છે જેમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવનાર એક સાથે છ થી વધારે ટિકિટ બુક કરી નહીં શકે જો કોઈ છ થી વધારે ટિકિટ બુક નહીં થાય તેમજ મોબાઈલ થી બુકિંગ કરાવતી વખતે વન ટાઈમ યુઝ ઓટીપી પણ આવે છે.ત્યારે દૂર દૂરથી આવતા પ્રવાસી ઓને કોઈ પણ જાતની તકલીફો ન પડે તે માટે હવે એક સાથે 6 થી વધુ ટિકિટ બુક થઈ નહિ શકે તેવી ગોઠવણ કરાઈ છે જેના કારણે હવે હોટલ,ટેન્ટસીટી માં રૂમ બુક કરાવતા પ્રવાસીઓ જાતે મન ગમતા સ્લોટ માં ટિકિટ બુક કરાવી શકશે.હવે હોટલ કે ટેન્ટ સિટી સંચાલક પણ એક સાથે 6 થી વધુ ટિકિટો બુક કરાવી શકશે નહીં. આ ઉપરાંત આગામી દિવસોમાં રેલવે જેવી ઓન લાઇન ટિકિટ જેવી સીસ્ટમ પણ ચાલુ કરી દેવાશે જેથી કોઈ કાળા બજારીયાઓ કે ટુર આયોજકો પ્રવાસીઓને છેતરી ન શકે અને અહિયાં આવતા મોટા ભાગના પ્રવાસીઓ વ્યુઈંગ ગેલેરી જોઈ શકે.

  અત્રે  ઉલ્લેખનીય છે કે વ્યુઈંગ ગેલેરી જોવા માટે બે લિફ્ટ માં પ્રવાસીઓને લઈ જવાય છે જેમાં રોજની ક્ષમતા ૭ હજાર પ્રવાસીઓની છે.ત્યારે રજાઓ ટાણે પ્રવાસીઓના વધુ ધસારા સમયે કાળા બજારીયાઓ પોતાના અંગત ફાયદા માટે લૂંટ ન ચલાવે અને પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે એ માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે

(8:42 pm IST)