Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નાણાકીય છેતરપીંડીના અલગ અલગ બનાવોમાં છેલ્લા એક વર્ષમાં ૧૭ લાખ પરત મેળવી આપતી ભરૂચ સાયબર ક્રાઇમ સેલ પોલીસ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા: ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમના કેસોમાં નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનાર ને તાત્કાલીક મદદરૂપ થવા જીલ્લાની સાયબર ક્રાઇમ સેલની ટીમ હંમેશા આવા બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

           જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવો જેમાં ATM, ફોડ,લોન-લોટરી ફોડ,જોબ ફોડ, શોપીંગ ફોડ, olx માંથી ખરીદીને લગતા ફોડ, ને લગતા બનાવોમાં છેલ્લા એક વર્ષથી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આવા બનાવોમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તત્કાલ એકશન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે અલગ અલગ બનાવોમાં સાયબર સેલ, ભરચની ટીમ દ્વારા કુલ્લે રૂ.૧૭,૦૦,૦૦૦ ભોગ બનનારના બેંક એકાઉન્ટોમાં પરત મેળવી આપેલ છે.હાલ સાયબર ક્રાઇમને લગતા બનાવોમાં પ્રજાને અવરનેશ માટે તેમજ હાલ બનતા ગુનાઓથી વાકેફ કરવા તથા સાયબર ક્રાઇમથી બચવા માટે શું શું કરવું તેના માટે ભરૂચ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફેસબુક પેજ “cyber crime , Bharuch" ઘણા સમયથી કાર્યરત છે. જે પેજને લાઇક કરી રોજબરોજ અપડેટ મેળવી માહિતી મેળવી શકો છો સદર પેજ માત્ર અને માત્ર અવનેશ અને પ્રજાને સાયબર ક્રાઇમથી બચવા માટેની અપડેટ મુકવા માટે બનાવેલ છે જેની નોંધ લેવી તેમજ ભરૂચ પોલીસના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તેમજ ટવીટર પેજ પણ લાઇક કરી શકો છો. જેથી ભરૂચ જીલ્લામા બનતા બનાવો તેમજ ભરૂચ પોલીસ તરફથી કરવામાં આવેલ કામગીરી વિશેની માહીતી મેળવી શકો છો.

(8:39 pm IST)