Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગરુડેશ્વરના ચિનકુવા માંડણ ગામે ત્રણ મકાનોમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાક :બે પરિવારો ઘર વિહોણા

ઘરના મુખ્ય વ્યક્તિઓ નરેગાના કામેં ગયા હતા ત્યારે જ બપોરે 12 વાગે ઘરો સળગતા આખું ગામ દોડ્યું પરંતુ બધું આગમાં સ્વાહા થઈ ગયું.

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચિનકુવા માંડણ ગામના નીચલા ફળીમાં રહેતા બે ભાઈનોના બે ગાળાના કાચા મકાનને અચાનક આગ લાગતા તમામ ઘર વખરી સહીત તમામ અનાજ, સામાન બળીને ખાક થઇ ગયો હતો. હાલમાં આ પરિવારો બેઘર બની ગયા છે અને પાડોસીઓ નો સહારો મેળવ્યો છે. ઘટના બાદ તલાટી સરપંચ ઘટના સ્થળે પહોંચી નુકસાની નો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આપ્યો છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર ચિનકુવા માંડણ ગામના નીચલા ફળિયામાં રહેતા લક્કર મીરા વસાવા ના બે પુત્રો મુળજી લક્કર વસાવા, અને ગંભીર લક્કર વસાવા પિતાના મકાન સાથે બંને પુત્રોએ અલગ ઘર બનાવી રહેતા હતા. ત્યાં એક સાથે ત્રણ કાચા બે ગાળાના મકાનો હતા.જેમાં પિતાના અવસાન બાદ એ ઘર બંને ભાઈઓ વાપરતા હતા ત્યાં અનાજ સહિતની વસ્તુ મૂકી રાખતા હતા, બે પરિવાર માં કુલ 10 જેટલા સભ્યો હતા જેમાં ઘરના વ્યક્તિઓ નરેગાની કામગીરી માં કામે ગયા હતા અને બાળકો સ્કૂલે ગયા હતા. ત્યારે 11 થી 12 વાગ્યાના ગાળામાં ધુમાડા ના ગોટા ઉડતા જોઈ આખું ગામ દોડ્યું ત્યા જોયું તો મુળજી વસાવા અને ગંભીર વસાવા ના ઘર આગની લપેટમાં હતા. જેથી ઘરનું કશુ બચાવી શકે એ પહેલા ઘર વખરી સહીત તમામ ચીજ વસ્તુ સહીત ઘાસ ચારો પણ બળીને ખાક થઇ ગયો હતો. ઘટના ની જાણ થતા ગામના સરપંચ નટુભાઈ થતા તલાટી કમ મંત્રી રમેશભાઈ દોડી આવ્યા હતા.જેમણે જરૂરી નુકસાન નો રિપોર્ટ બનાવી તાલુકા મથકે જાણ કરી હતી.જોકે આ પરિવારો પર આવેલી આફત બાદ હાલ ગ્રામજનોને ત્યાં આસરો મેળવ્યો છે.

(7:55 pm IST)