Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

તિલકવાડામાં સસરા અને પુત્રવધુ વચ્ચે બોલાચાલી બાદ પુત્રવધુ પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો

ત્રણેક મહિના ઉપર સસરાના ત્રાસે પુત્રવધુએ સાસરીયામાં દવા પીઘી : પોલીસમાં જાણ કરી ન હતી ત્યારબાદ સસરાએ નજીવી બાબતે હુમલો કરતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પિંડોલી ગામમાં સસરા અને પુત્રવધુ વચ્ચે બોલાચાલી થતા પુત્રવધુ પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા તેને ગંભીર ઇજા બાદ સારવાર માટે દાખલ કરાઈ હતી.

           પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા ના ઝાઝપુર ગામની પિંડોલી ગામે પરણાવેલી રેખાબેનને તેના સસરા કંચન ઉકેડભાઇ બારીયા માનસિક અને શારીરીક ત્રાસ આપતા હોય રેખાબેન ત્રણેક મહીના પહેલા તેની સાસરીમા દવા પી ગઈ હતી પરંતુ નાના છોકરા હોવના કારણે આ બાબતે પોલીસમાં કોઈ જાણ કરી ન હતી ત્યાર બાદ ગઈ કાલે શુંઢીયુ વેચેલ હતું જેના પૈસા લેવા રેખાબેનના પિતા જગદિશભાઇ સોમાભાઇ બારીયાને તેના સસરા કંચન ભાઈ બોલાવતા હતા પરંતુ તે ત્યાં ન જતા રેખાબેન તથા તેના સસરા વચ્ચે સુંઢીયાના પૈસા બાબતે બોલાચાલી થતા રાત્રી દરમ્યાન રેખાબેનને  ચપ્પા જેવા તિક્ષ્ણ હથીયારના ઘા મારી મારી નાંખવાના ઈરાદે જીવલેણ ઈજા કરતા રેખાબેનને સારવાર માટે ખસેડાયા હતા.તેથી આ બાબતે રેખાબેનના પિતા જગદીશભાઈ બારીયા એ કંચનભાઈ બારીયા વિરૂદ્ધ ફરિયાદ કરતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ તિલકવાડા પીએસઆઇ એ.એસ.વસાવા કરી રહ્યા છે.

(7:51 pm IST)