Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

હવે સુરતમાં પતંગની દોરીથી યુવાનનું ગળું કપાતા ચકચાર

પતંગનો દોરો ગળામાં ઉંડે સુધી ન ઉતરતા બચાવ : ડિલિવરી કરીને પરત ફરતાં બનાવ : ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી જતાં બચેલો જીવ

અમદાવાદ, તા. : ઊતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારથી આકાશમાં પતંગો ઉડી રહ્યાં છે. કપાયેલા પતંગના દોરા અકસ્માત સર્જવા નિમિત બની રહ્યા તેમ સુરતમાં મક્કાઇપુલ પર મીઠાઈની ડિલિવરી કરીને પરત ફરી રહેલા એક યુવકના ગળાના ભાગે પતંગનો દોરો વાગી જતાં ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તાત્કાલિક તેને સારવાર આપતા યુવકનો જીવ બચી જવા પામ્યો હતો. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો વતની અને પુણાગામમાં આવેલી ત્રિકમનગર ટાગોર કોલોનીમાં રહેતો પૂનમચંદ ચોંકાર દાગી (...૨૫)ના વેસુમાં આવેલી મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. આજે તે મીઠાઈની ડિલિવરી બાઈક પર આપવા ગયો હતો. દરમિયાન મક્કાઈપુલ પરથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ગળે કપાયેલા પતંગનો દોરો આવી ગયો હતો. પૂનમચંદે દોરો ગળે આવતાં શક્ય તેટલી બ્રેક મારી હતી તેમ છતાં પતંગના દોરાએ તેનું ગળું કાપી નાખ્યું હતું. જેથી તેને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે પતંગનો દોરો ગળામાં ઊંડે સુધી ગયો હોવાથી તબીબોએ તાત્કાલિક અસરકારક સારવાર આપી તેનો જીવ બચાવી લીધો હતો.

            દરમ્યાન પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા દિલીપ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ તેને પતંગનો દોરો વાગ્યો હતો. તેને ચહેરા પર પતંગના દોરાના કારણે ૨૨ ટાંકા આવ્યાં હતાં જેથી હું ઊતરાયણ અગાઉ એક માસથી બાઈકની આગળ સળીયો ફીટ કરાવી દઉં છું. જેથી શરીરનું રક્ષણ થઈ શકે. વખતે પણ તેનો જીવ બચી ગયો છે.

(7:43 pm IST)