Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સુરતના ઉમરા નજીક ફેસબુક પર પરિણીતા સાથે મિત્રતા કેળવી અશ્લીલ માંગણી કરનાર દિલ્હીના નરાધમ યુવકની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી

સુરત: શહેરના ઉમરા ગામ વિસ્તારની પરિણીતા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી અશ્લીલ ફોટો મોકલાવ્યા બાદ બિભત્સ માગણી કરનાર દિલ્હીના યુવાનની સાયબર ક્રાઇમ પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી.

ફેસુબક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પર યુવતી કે મહિલાઓ સાથે અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવી કેટલાક લોકો તેમને ફસાવીને બિભત્સ માગણીઓ કરતા હોય છે. આવો જ એક કિસ્સો ઉમરા ગામની એક પરિણીતા સાથે બન્યો હતો. સુરતના ઉમરા ગામ વિસ્તારમાં રહેતી 29 વર્ષની એક પરિણતાએ ફેસબુક ઉપર પોતાની આઇડી બનાવ્યું હતું. 

આ આઇડી ઉપર એક અજાણ્યાએ પરિણીતાને મેસેજ મોકલાવ્યો હતો અને ત્યાર બાદ બંન્ને વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. જોકે, અજાણ્યાએ પરિણીતા સાથે ચેટિંગ કરીને બિભત્સ ફોટો મોકલ્યા હતા અને તેની સાથે અશ્લીલ ભાષામાં વાતો કરવા માટે દબાણ કર્યુ હતું. આ ઘટના બાબતે પરિણીતાએ તેમના પરિવારજનોને વાત કરતા મામલો સાઈબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો હતો. 

(5:16 pm IST)