Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

તારાપુરના મિલરામપુરા નજીક પસાર થતી માઇનોલ કેનાલના પાણી નીચાણવાળા ખેતરમાં ફરી વળતા ખેતરમાં ઉભા પાકને નુકશાન પહોંચ્યું

આણંદ: જિલ્લાના તારાપુર તાલુકાના મિલરામપુરા ગામ નજીકથી પસાર થતી માઈનોર કેનાલના પાણી નીચાણવાળા ખેતરોમાં ફરી વળતા ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું હોવાનો મત ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. જો કે આ ઘટના અંગે ગામના સરપંચ દ્વારા સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવતા તુરંત જ કેનાલમાં પાણી અટકાવી દેવામાં આવ્યું હતું. જેને લઈ અન્ય ખેતરોમાં પાણી ફેલાતુ અટક્યું હતું.

વધુમાં મળતી વિગતો મુજબ તારાપુર તાલુકાના મિલરામપુરા ગામ નજીકથી માઈનોર કેનાલ પસાર થાય છે. ગઈકાલે આ માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ કેનાલમાં પથરાયેલ ઝાડી-ઝાખરાં તેમજ અવરોધોને લઈ કેનાલના પાણી અવરોધાતા ઓવરફ્લો થઈને કેનાલમાંથી પાણી આસપાસના વિસ્તારમાં ફેલાવા લાગ્યું હતું. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. 

(5:14 pm IST)