News of Tuesday, 7th January 2020
રાજકોટ, તા. ૭ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો ૯મો પદવીદાન સમારંભ આગામી તા.૧૧ જાન્યુઆરીના મહાત્મા મંદિર , ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા, જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવિનભાઈ શેઠ અને કુલ સચિવ ડો. કે. એન. ખેર હાજર રહેશે. કાર્યક્રમની શરૂઆત એનસીસી કેડર દ્વારા રાજયપાલ શ્રી ને ગાર્ડ ઓફ ઓનર આપીને કરવામાં આવશે. કુલસચિવ ડો. કે.એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરાશે.
ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ૯મો પદવીદાન સમારંભને ખુલ્લો મુકવામાં આવશે. કુલપતિ પ્રો.ડો.નવિન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દિક્ષાંત પ્રવચન આપશે.
૯મો પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના અંદાજે ૬૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાંથી ૧૭૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૩૯ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવશે. પ્રથમ વખત જીટીયુ દ્વારા નવીન સાહાસને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને પણ ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતના તમામ પદ્દમ એવોર્ડ વિજેતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ટેકનોલોજી શિક્ષણ બાબતે બાળકોમાં જાગૃકત્ત્।ા કેળવાય તે હેતુથી દર વર્ષે પદવીદાન સમારંભમાં પ્રાથમિક શાળાના બાળકોને આમંત્રિત કરવામાં આવે છે. જેમાં આ વખતે ગાંધીનગર જિલ્લાની લેકાવાડાની પ્રાથમિક શાળાના બાળકોને આમંત્રિત કરાયા છે. પદવી ધારકોની સરળતા માટે ૫૦દ્મક પણ વધુ ડિગ્રી કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.