Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

શનિવારથી ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 'માર્ગ સલામતી સપ્તાહ' યોજાશે

પોલીસ, તબીબો, શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, વિશ્વ આરોગ્ય સંસ્થા-ડબલ્યુ.એચ.ઓ., સહિતની સંસ્થાઓ જોડાશે

અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતતા આવે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૧થી ૧૭ જાન્યુઆરી દરમિયાન '૩૧મું માર્ગ સલામતી સપ્તાહ' યોજવાનું કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

   આગામી તા. ૧૧ થી ૧૭  દરમિયાન યોજાનારા આ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન નાગરિકો અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પોલીસ, તબીબો, શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, વિશ્વ આરોગ્ય સંસ્થા-ડબલ્યુ.એચ.ઓ., વિશ્વ બેન્ક તેમજ એશિયન ડેવલપમન્ટ બેન્ક જેવી સંસ્થાઓ જોડાશે.

   જેમાં વોકાથોન, ટ્રાફિકના નિયમો તોડનારને ગુલાબ આપી સમજાવવા, મહિલાઓ દ્વારા વિવિધ વાહન રેલી, ઔદ્યોગિક વસાહતો, ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પ, રોડ સેફટી મેસ્કોટ, રોડ અકસ્માત અંગે વર્લ્ડ બેન્ક દ્વારા આંકડા રજૂ કરવા, વર્લ્ડ બેન્ક સાથે મળીને નેશનલ હાઇવે મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવી, માર્ગ સલામતી ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્યને એવોર્ડથી સન્માનીત કરાશે, રોડ સલામતી અંગે સમર્થન આપનાર ૨૦૦ જેટલી એન.જી.ઓ.ને એવોર્ડ તેમજ વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમો સાથે સંવાદ યોજવામાં આવશે.

(12:28 pm IST)