Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

JNU હિંસાના પડઘા

અમદાવાદમાં ABVP-NSUIના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ

લાકડી-ધોકા ઉછળ્યાઃ પોલીસનો હળવો લાઠીચાર્જઃ નિખિલ સવાણી લોહીલુહાણઃ સામસામા આક્ષેપબાજી

અમદાવાદ, તા.૭: દિલ્હીની જેએનયુમાં થયેલી હિંસાના પડદ્યા ગુજરાતમાં પડ્યા છે. આજે સવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ સવારે એનએસયુઆઈના કેટલાક કાર્યકરોએ એબીવીપી કાર્યાલય પર વિરોધ કર્યો હતો જેને પગલે બન્ને વિદ્યાર્થી પાંખ વચ્ચે જોરદાર અથડામણ થઈ હોવાનું જણાયું હતું. એનએસયુઆઈના કેટલાક લોકો પાલડીમાં એબીવીપી કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા ત્યારે એબીવીપીના કાર્યકરોએ પણ સામે આવતા બન્ને જૂથો વચ્ચે દ્યર્ષણ થયું હતું. અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નીખિલ સવાણી લોહીલુહાણ થયા હતા. ગુજરાત કોંગ્રેસે ભાજપની ભગીની સંસ્થા એવી એબીવીપીના આ કૃત્યને વખોડ્યું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે ગાંધી અને સરદાર પટેલના ચીંધ્યા માર્ગે શાંતિપૂર્વક દેખાવો પર જોરજુલમ કરવામાં આવે છે. કેન્દ્ર અને પ્રદેશની ભાજપ સરકાર હવે તમામ હદો વટાવીને વિદ્યાર્થીઓ પર દમન કરી રહી છે. આ હિંસા એબીવીપીનો અસલી ચહેરો દર્શાવે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાલડી ખાતે એબીવીપી કાર્યાલય પર એનએસયુઆઈના કાર્યકરો તાળાબંધી કરવા ગયા હતા જેમાં ઝપાઝપી થઈ હતી. આ અથડામણમાં સામ-સામે પથ્થરમારો પણ થયો હતો અને લાકડીઓ પણ ઉડી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાલડી ગામ તરફ ટોળાને લઈ જવામાં આવ્યું હતું. એનએસયુઆઈએ દાવો કર્યો હતો કે દિલ્હી જેએનયુ હિંસામાં એબીવીપીનો હાથ છે અને તેઓ વિરોધ કરવા પહોંચ્યા હતા ત્યારે એબીવીપીના લોકોએ લાકડીઓ વડે માર માર્યો હતો.

એનએસયુઆઈના કેટલાક સમર્થકોને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા હતા. આ અંગે એબીવીપીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે એનએસયુઆઈના નેતાઓએ એબીવીપીના કાર્યકરો પર પહેલા હુમલો કર્યો હતો અને તેઓ ફકત સ્વબચાવમાં લાકડીઓ લઈને આવ્યા હતા. પોલીસે હાલ વધુ હિંસા ના થાય તે માટે તકેદારી લેતા એબીવીપી કાર્યલાય બહાર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે.(૨૩.૨૦)

નિખીલ સવાણી ઉપર હુમલો નિંદનીયઃ એબીવીપી પોતાની ગુંડાગીરી માપમા રાખેઃજયેશ પટેલ

અમદાવાદ (કેતનખત્રી દ્વારા): જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા દેશભરમાં ફરીવાર વિવાદ ઉભો થયો છે, ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેને પગલે આજે અમદાવાદના પાલડીમાં આવેલા એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે દ્યર્ષણ થયું છે. આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.

 નિખિલ સવાની પર હુમલો નિંદનીય એબીવીપી પોતાની ગુંડાગર્દી માપ મા રાખે,  એબીવીપી ના ભાઈઓ એ સમજીલે  સત્ત્।ા કાયમી કોઈની જાગીર નથી હોતી , એબીવીપી ની આ કરતૂત ગુજરાત ના વિદ્યાર્થી રાજકારણ માટે શરમજનક,  શું ભાજપ નું વિદ્યાર્થી સંગઠન ના કાર્યાલયો માં કલમ ની જગ્યા એ લાકડીઓ અને છરા રાખવા માં આવે છે.  ગાંધી અને સરદાર ના માર્ગે ચાલવા વાળા ની વધારે પરીક્ષા લેવામા ના આવે તેવુ યુવા નેતા કોંગ્રેસના જયેશ પટેલ જણાવે છે.

(3:36 pm IST)