Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

આર.કે. પટેલ અધિક મુખ્ય ચૂંટણી અધિકારીઃ એસ.એમ. પટેલ મહેસુલમાં

રાજકોટ તા.૭ : રાજ્ય સરકારે આઇ.એ.એસ. કેડરના ૨ અધિકારીઓની  બદલીના હુકમ કર્યા છે.

મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એસ.એમ.પટેલની મહેસુલ વિભાગમાં મહેસુલી તપાસણી કમિશ્નર તરીકે બદલી કરીને તેમના સ્થાને  અધિક વિકાસ કમિશ્નર આર.કે. પટેલની નિમણુંક કરવામાં આવી છે. આર.કે. પટેલનો આજે બીજા અધિક વિકાસ કમિશ્નર ડી.એ. શાહને સોંપવામાં આવ્યો છે. મહેસુલના વધારાના હવાલામાંથી કે.ડી.કાપડીયા મુકત થશે.

(11:37 am IST)