Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત થઇ

મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ હાજર રહ્યા : હવે ૧૪મી જાન્યુઆરી સુધી પતંગોત્સવ ચાલશે : વિવિધ શહેરોમાં પણ આયોજન : ૪૫ દેશોના પતંગબાજો જોડાયા

અમદાવાદ, તા. : જેની ઉત્સુકતાપૂર્વક પતંગબાજો રાહ જોઈ રહ્યા હતા તે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની આજે પરંપરાગતરીતે રૂઆત થઇ હતી. વખતે સાતમી જાન્યુઆરીના દિવસે આની રૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી સુધી ચાલશે. ૧૪મી જાન્યુઆરી સુધી ચાલનાર પતંગ ઉત્સવમાં જુદા જુદા દેશોના પતંગબાજો પણ ભાગ લઇ રહ્યા છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ ઉત્સવની રંગારંગ કાર્યક્રમ વચ્ચે રૂઆત કરાવી હતી. ૪૩ દેશોના ૧૫૪ પતંગબાજો આમા ભાગ લઇ રહ્યા છે. ૧૮ રાજ્યોના ૧૧૫ પતંગબાજ પણ આમા ભાગ લઇ રહ્યા છે. પતંગ ઉત્સવની સાથે સાથે રિવરફ્રન્ટમાં ફુડ કોર્ટ, થીમ પેવેલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત પતંગ ઉત્સવના ભાગરુપે યોગા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ ઉત્સવમાં ગુજરાતના ૪૦૦ પતંગબાજો પણ ભાગ લઇ રહ્યા છે.

                સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૩૦માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની રૂઆત થઇ હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઉત્તરાયણ ગુજરાતની ઓળખ બની ચુકી છે. પર્વ અને ઉત્સવોની ઉજવણીથી ગુજરાતને ધબકતુ રાખવાનો વિચાર વર્તમાન વડાપ્રધાન મોદીની દીર્ધદ્રષ્ટિનો પરિપાક છે. રૂપાણીએ પતંગ ઉત્સવને લઇને નિર્દોષ પંખિયોને કોઇ હાની પહોંચે તે માટે પણ અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ મકરસંક્રાંતિથી ઉત્તર તરફનું સૂર્ય પ્રયાણ સૂર્યની ઉર્ધ્વગતિ ગુજરાત અને સૌ ગુજરાતીઓ માટે સૌનો સાથ સૌનો વિકાસ અવસર બને તેવી શુભેચ્છા પાઠવી હતી. ૧૮ રાજ્યોના ૧૧૫થી વધુ પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. ગુજરાતના ૪૦૦ પતંગબાજો જોડાયા છે. પતંગ ઉત્સવથી .૮૨ લાખ લોકોને રોજગારી મળી રહી છે. રૂપિયા ૫૭૨ કરોડથી પણ વધુનું ટર્નઓવર પતંગ ઉત્સવથી થવા જઇ રહ્યું છે.

                 પતંગ ઉત્સવના અવસરે તમામ વરિષ્ઠ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમજ વખતે પણ આનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ ઉત્સવના એક દિવસ પહેલા અમદાવાદના મેયર બીજલબેન પટેલે રિવરફ્રન્ટ ઉપર પહોંચીને જુદી જુદી તૈયારીઓની સમીક્ષા કરી હતી. વખતે રિવરફ્રન્ટ ફુટકોર્ટની સાથે સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ બજારનું આયોજન કરાયું છે. પતંગ ઉત્સવમાં વિદેશી પતંગબાજો મુખ્યરીતે આકર્ષણ જમાવી રહ્યા છે. જુદા જુદા આકારની રંગબેરંગી પતંગો તમામનું આકર્ષણનું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં શહેરીજનો પતંગ ઉત્સવની મજા માણવા માટે પહોંચે તેવી શક્યતા છે. પતંગ ઉત્સવ દર વર્ષે ભારે રોમાંચ ચાહકોમાં જગાવે છે.

(7:41 pm IST)