Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કેવડિયાથી મોબાઈલ ચોરીના ગુનાના આરોપીને એલ.સી.બી.નર્મદાએ ઝડપ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા ઇન્ચાર્જ. પોલીસ અધિક્ષક, રાજેશ પરમારના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના મુજબ નર્મદા એલ.સી. બી.પી.આઈ. એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ એલ. સી.બી.પી.એસ.આઈ.સી.એમ.ગામીત તેમજ ટિમ ચેકીંગમાં હતા. તે દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ ના આધારે માહીતી મળતા કેવડીયા પો.સ્ટે.ગુ.ર. નં.ફસ્ટ ૧૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ ના ગુનાનો આરોપી આઇબ સકસેન સીંગ ગુજ્જર રહે.રાવત, જી.ઇન્દોર (મધ્યપ્રદેશ) વાડી ચોકડી પાસે છે.એ માહીતીના આઘારે તે જગ્યાએ જઇ તેને પકડી તેની તપાસ કરતાં તેની પાસેથી ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન-૧ મળતા મોબાઇલ ફોન વિશે પુછપરછ કરતા તેણે આ મોબાઈલ કેવડીયા ખાતેથી ચોરી કર્યો હોવાનું જણાવતા મોબાઇલ ફોન કબજે કરી આરોપીને કેવડીયા પો.સ્ટે. ના ગુનામાં અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

(8:58 am IST)