Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અમદાવાદ બીઆરટીએસ કોરીડોરમાં પ્રવેશતા વાહનચાલકોને રોક લગાવવા 65 કેમેરા લગાવાયા

એક મહિનામાં 6,17 લાખનો દંડ વસૂલાયો : ડિસેમ્બરમાં 232 વાહન ચાલકો સામે કાર્યવાહી

અમદાવાદ બીઆરટીએસ કોરિડોરમા પ્રવેશતા વાહનો સામે મનપાએ લાલઆંખ કરી છે. કોરિડોરમા પ્રવેશતા લોકો સામે રોક લગાવવા કુલ 65 જેટલા કોરિડોરમા કેમેરા લગાવવામાં આવ્યા છે. એક મહિનામા અત્યાર સુધી 6 લાખ 17 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં ટોટલ 232 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. 120 ટુ વ્હીલર અને 89 ફોર વ્હીલર સાથે 23 હેવી વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે.

(9:06 pm IST)