Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા સમજાવવા પ્રયાસ :બંધબારણે બેઠક

પાર્ટી લાઈનમાં રહીને રજૂઆત કરવા સૂચન :જાહેરમાં પક્ષ વિરુદ્ધ નહિ બોલવા સલાહ

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના કકળાટના પડઘા દિલ્હી હાઈકમાન્ડમાં પડ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને પ્રભારીની દિલ્હીમાં હાઈકમાન સાથે બેઠક યોજાઈ હતી કોંગ્રેસથી નારાજ જણાતા રાધનપુરના ધારાસભ્યં અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવતા દિલ્હી રવાના થયા છે જોકે  દિલ્હી જતા પહેલાં કોંગ્રેસના ઠાકોર અગ્રણીઓએ બેઠક કરીને અલ્પેશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો

. લગભગ એક કલાક સુધી બંધ બારણે ભરતસિંહ સોલંકી, બળદેવજી ઠાકોર, જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચે બેઠક થઈ હતી. જેમાં પાર્ટી ફોરમમાં રહીને રજૂઆત કરવા સૂચન કરાયું હતું. અને જાહેરમાં પાર્ટી વિરુદ્ધ નિવેદન ન આપવા પણ સલાહ આપવામાં આવી હતી.

(9:12 pm IST)