Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

એલસીબી ખેડા પોલીસે બાતમીના આધારે નડિયાદના 2 બુટલેગરના રંગેહાથે દબોચ્યા

ખેડા:એલસીબી ખેડા પોલીસે વસો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુુનામાં સંડોવાયેલ આરોપી ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ (રે. પીજ રોડ, નડિયાદ) તથા ગોરધન ઘેલાભાઈ ગોહેલ (રે. ટુંડેલ, તા. નડિયાદ) વિરૂદ્ઘ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત કલેક્ટરને મોકલી આપી હતી. કલેક્ટરે પાસા દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઈસ્યુ કરતા એલસીબી ખેડા પોલીસે બંને આરોપીઓની અટક કરી વોરંટની બજવણી કરી ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણને પાસા હેઠળ રાજકોટ જેલમાં જ્યારે ગોરધનભાઈ ગેલાભાઈ ગોહેલને જિલ્લા જેલ સુરત ખાતે મોકલી આપ્યા હતા. 

 

 

(5:43 pm IST)