Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પેટલાદના સુંદરામાં દહેજની માંગણી કરી સાસરિયાએ પરિણીતા પર ત્રાસ ગુજારતા ગુનો દાખલ

પેટલાદ:તાલુકાના સુંદરા ગામે રહેતી એક પરિણીતાને તેના પતિ અને ઘરના સભ્યોએ દહેજની માંગણી કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારતા આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ ખાતે રહેતી નસીમબેનના લગ્ન પેટલાદ તાલુકાના સુંદરા નહેર પાસે રહેતા સમીરશા સાબીરશા દિવાન સાથે થયા હતા. શરૂમાં બન્નેનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિ અને ઘરના સભ્યોએ તેણીની પાસે દહેજની માંગણી ચાલુ કરી દીધી હતી જે માંગણી ના સંતોષાતા તેણીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કર્યું હતુ. જેથી પરિણીતાએ પેટલાદ રૂરલ પોલીસ મથકે પતિ સમીરશા, સસરા સાબીરશા, સાજીદશા સાબીરશા દિવાન, મનવરશા સુલતાનશા દિવાન, ફરીદાબેન સાબીરશા દિવાન વિરૂદ્ઘ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

 

(5:42 pm IST)