Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક: વિધવા મહિલાના ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કરતા અરેરાટી

અમદાવાદ:માં પોલીસની નિષ્ક્રયતાના કારણે અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યા છે. ગોમતીપુરમાં અજાણી વ્યકિતએ ઘરમાં ઘૂસી વિધવા મહિલા પર તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હમલો કર્યો હતો. ગંભીર હાલતમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગોમતીપુર પોલીસે ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ગોમતીપુરમાં પટેલ મિલ સામે ભીખાભાઇની ચાલીમાં રહેતા શિવમ ઉર્ફે વિક્કી શ્રી કિશનભાઇ હનવતકરએ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨ના રોજ રાત્રે તે પોતાના મિત્ર સાથે બહાર ચાલીના નાકે બેઠા હતા,જ્યારે તેમની માતા અને ભાઇ ઘરે હાજર હતા. ત્યારે રાત્રે ૧૦.૪૫ કલાકે માતા અન પુત્ર લાઇટ બંધ કરીને સૂતા હતા અને માતા શોભનાબહેન બુમો પાડવા લાગ્યા હતા. જેથી પુત્રએ લાઇટ કરીને જોયું તો માતા બેભાન હાલતમાં પડેલા હતા, માથામાંથી લોહી નીકળતું હતું.

(5:40 pm IST)